________________
૫૩૨]
[ શ્રી સિદ્ધપદ તેનામાં રહેલ ઊર્ધ્વગતિ સ્વભાવ :પ્રમાણે ઊર્ધ્વગમન પરિણામ પેદા થાય છે.
આમ નિષ્કર્મરૂપે આપણે એટલું સમજી લેવાનું છે કે આત્મા ઊર્ધ્વગતિ સ્વભાવવાળે છે. તેથી તેમાં નિમિત્તદ્વારા પણ ઊર્ધ્વગતિ જ પેદા થઈ શકે છે આ ઊર્ધ્વગતિ પરિણામ પેદા કરનારું નિમિત્ત સકર્માદશાને છેલ્લા સમયને પ્રયત્ન છે, અને સર્વકર્મથી તેમજ સર્વ બંધનથી મુકત થયે હોવાથી તેનામાં પેદા થયેલે ગતિ પરિણામ કેઈનાથી રેકી શકાતું નથી. અને તે દ્વારા આત્મા અનંતકાળ સુધી મેક્ષમાં પિતાનું સ્થાન પ્રાપ્ત કરી લે છે.
(ઉપસંહાર) અહીં રહેલ આત્મા અનંત સુખ આદિ ભેગવે છે તેની સિદ્ધિ આપણે કરી ચૂક્યા છીએ. અહીં માત્ર આટલા વિસ્તારથી “નમો સિદ્ધાણં' પદ અને ટીકાકાર પૂ. અભય. દેવસૂરીશ્વરજી મહારાજે કરેલા તેને અને વિચાર કર્યો છે તે બધાને એક જ ઉદ્દેશ છે કે મને–તમને અને જગતના તમામ જીવને શીધ્રાતિશીધ્ર મુક્તિરમણીને સંગમ થાય.
જ્ઞાની ટીકાકાર મહર્ષિએ “નમે આયરિયાણું ”થી માંડીને “નમે લોએ સવ્વસાહૂણુંસુધીના બીજા ત્રણ પદને આવા જ વિસ્તારથી અર્થ કર્યો છે. આ ત્રણ પરમેષ્ઠિને નમસ્કાર પૂર્ણ થશે. ત્યાર બાદ “બંભી લીપીને નમસ્કાર આવશે, ત્યારબાદ “નમુત્થણું ” આવશે. અને પછી ભગવતીજી સૂત્રની શરૂઆત થશે. અહીં જેટલા વિસ્તાર થયો છે તેટલે લંબાણથી વિચાર નહીં કરીએ તે પણ કંઈક સ્પષ્ટ સમજ પડે તેવી ચર્ચા કરી હવે શીધ્ર ભગવતીજી સૂત્રના પ્રથમ સૂત્રે પહોંચવાની આશા રાખીએ છીએ.
– સમાસ –