________________
૫૩૦ ]
[ શ્રી સિદ્ધપદ ધર્માસ્તિકાયની સહાય નથી એટલે આગળ વધી શકતું નથી?
ના, અહીં વિચાર કરવાની જરૂર છે. ઊર્ધ્વગતિ એ જીવની સ્વાભાવિક ગતિ ભલે હોય પણ તે જીવમાં હંમેશા પેદા થયા જ કરે તેવું ન સમજવું. એટલે સિદ્ધના આત્મામાં લકાગે પહોંચી ગયા બાદ પણ ગતિ પરિણામ હોય છે કે પેદા થયા કરે છે તેમ ન સમજવું પરંતુ પૂર્વકાળમાં પેદા થયેલ ઊર્ધ્વગતિ પરિણામથી જીવ જે લોકાગ્રે પહોંચે કે તરત જ તેનામાં ગતિને નાશ થતાંની સાથે જ સ્થિતિ પરિણામ પેદા થાય છે. -
જીવની સ્વાભાવિક ગતિ તે ઊર્ધ્વગતિ જ છે પણ તેને પેદા કરવામાં કોઈ નિમિત્તની જરૂર તે પડે જ છે. કોઈ પણ પુદ્ગલ કે સંસારી જીવની પણ કેઈ નિમિત્ત વિના ગતિ થતી નથી. જેમ કુંભારને ચાકડે ફરે તે ગેળ જ ફરે તેથી ગોળાકારમાં ભમવાને તેને સ્વભાવ કહેવાય પણ તેથી દંડરૂપ નિમિત્તની અપેક્ષા નથી તેવું ન સમજવું. 'દંડના કારણે જ કુંભારના ચાકડામાં ભ્રમણ પેદા થાય છે. ગમે તે ચાકડાને ભ્રમણ કરવાને સ્વભાવ હોય પણ ચાકડામાં ગતિ પરિણામ પેદા કરનાર નિમિત્ત વિના તે ચાકડે ભમી શકતું નથી તેમ જીવમાં ઊર્ધ્વગતિને સ્વભાવ હવા છતાં ય તે ગતિ પરિણામ પેદા કરનાર કેઈક હેતુ કેઈક નિમિત્ત તે જોઈએ જ
ક્ષણભર માટે કઈ પ્રશ્ન કરનાર પ્રશ્ન પૂછી શકે કે “આગળ કર્મરૂપ સંગથી દૂરથવાપણું તેમજ કામણાદિ શરીરના બંધનમાંથી મુક્ત થવાપણું, આ બે હેતુઓ તે. જણાવ્યા છે. હવે બીજા હિતની જરૂર શી છે?”
સૂક્ષમ વિચારશકિત નહી હોય તેને આ વાત નહીં સમજાય પણ જેને ૨૪ કલાક દામ (ધન)ની ઝંઝટમાંથી