Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Kasturchand Zaveri

View full book text
Previous | Next

Page 549
________________ પ૨૮ ] [ શ્રી સિદ્ધપદ પ્રમાણે એક કિનારેથી બીજે કિનારે જનાર માછલાંને કાંઠે જલ્દી આવી જાય. ગતિમાં સહાયક પાણું મળે નહી માટે ત્યાં જ અટકી જવું પડે. તેથી એવું સિદ્ધ ન થાય કે મુકિતમાં જતાં આત્માની ગતિ પદગલની ગતિ કરતાં ઓછી છે. શાસ્ત્રકારોએ એ પણ સ્પષ્ટતા કરી છે કે મુક્તાત્મામાં મેક્ષમાં જતા પહેલાં કે કર્મ તે રહ્યું નથી તે તેનામાં ગતિ કોણે પેદા કરી? અસ્પૃશગતિના દૃષ્ટાંત મોક્ષમાં જતે આત્મા જે ગતિએ મેક્ષમાં જાય છે તેને સમજવા શાસ્ત્રકાર ભગવંતેએ બે દૃષ્ટાંત આપ્યા છે. એક તુંબડાનું અને બીજુ એરંડાના ફલનું. આ દૃષ્ટાંત સમજવાથી કમ ક્ષય થયા બાદ થતી ગતિનું રહસ્ય પણ સમજાય છે. જેમ તુંબડું પિતાના સ્વભાવથી પાણી ઉપર તરી શકે એવું હોય છે પણ તેના પર માટીને લેપ લગાડવામાં આવે તે તે ડૂબી જાય પણ જેમ જેમ પાણીના સંગથી લેપ ઘસાતે જાય તેમ તુંબડુ ઉપર આવે છે. તેવી રીતે આત્મા પણ અનાદિથી પ્રવાહરૂપ લાગેલા આઠે ય કર્મો ચાલી જાય છે ત્યારે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી ઉપર આવી જાય છે. આત્માને તીરછીગતિ કે અધોગતિ કર્મ હેવાથી જ કરવી પડે છે. બાકી તેની સ્વાભાવિક ગતિ તો ઊર્ધ્વગતિ જ છે; પણ માટીથી ભારે થયેલું તુંબડું જેમ જલ પર આવી શકતું નથી તેમ આત્મા પણ કર્મબંધવાળી દશામાં પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિ કરી શકતે નથી. પ્રશ્ન-તે શું નિગદીયો કેઈ જવેલેકના નારકીવાળા ભાગના છેડેથી સિદ્ધશિલાવાળા બીજા છેડે પેદા થાય ત્યારે ત્યાં જીવની સ્વાભાવિક ગતિ માનવી?

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554