________________
પર૬ ]
[ શ્રી સિદ્ધપદ અને અસ્પૃશદ્ગતિનું દૃષ્ટાંત આપતાં જણાવે છે કે પગથિયા પરથી ગબડતી ગબડતી ચીજ પડે છે ત્યાં પૃશદ્ગતિ હોય છે. પણ ઉપરથી પડે છે ત્યાં સહસાગતિ થાય છે. જેમકે અગાસી પરથી ઠીકરી નીચે પડે તે અસ્પૃશદ્ગતિ છે. આવી અતિ અતિશયવાળી અસ્પૃશ ગતિથી આત્મા એક જ સમયમાં લેકના છેડે પહોંચી જાય તે તદ્દન સંભવિત અને તર્કસિદ્ધ છે.
શું મુક્તિમાં જતા જીવના સિવાય આવી વેગવાળી અસ્પૃશદૃગતિ બીજા પદાર્થોમાં હોય ખરી?
અવશ્ય હોય. ગતિવાળા પદાર્થ બે છે. એક જીવ અને બીજું પુદ્ગલ દ્રવ્ય. જેમ જીવમાં આવી અતિશયવંત અસ્પૃશગતિ હોય છે તેમ પરમાણુરૂપ પુદગલમાં પણ આવી ગતિનું વર્ણન છે. મોક્ષમાં જ તે આત્મા તે એક સમયમાં તિસ્થલેકમાંથી લેકાંતે સાત રજજુ જ જાય છે પણ કેટલાક પરમાણુઓ તે ગતિના અતિશયથી લેકના એક છેડેથી બીજે છેડે એટલે ચૌદ રાજલેકમાં એક જ સમયમાં પહોંચી જાય છે.
પરમાત્માના શાસનની બલીહારી છે. તેમાં પદાર્થનું જેવું સૂક્ષ્મ વિવેચન આવે છે તેવું અન્યત્ર સંભવી શકતું નથી. કાળના અવિભાજ્ય ભાગરૂપ એક સમયમાં પણ જીવ અને પુદ્ગલ આવી ગતિ કરી શકે છે તેવું નિરૂપણ સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાં મળે?
તત્ત્વને વિચાર તે અદ્દભુત જ હોય છે અને એટલે જ માત્ર તવના વિચારમાં પડેલા અનુત્તરવાસી દેવ પિતાના મોટા આયુષ્યને પણ જરા ય ઉદ્વેગ વિના પસાર કરી શકે છે. માટે તત્વને વિચાર કરતા કંટાળો આવે ત્યારે સમજવું કે તત્વચિંતન છે તે રસિક વિષય. પણ આપણે દશા પેલા કાગડા જેવી હોય છે. એમ કહેવાય છે કે જે તુમાં