Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Kasturchand Zaveri

View full book text
Previous | Next

Page 550
________________ વિવેચન ] [ પરલ ના, આ ગતિ ઊર્ધ્વગતિ અવશ્ય છે અને આગળ સમજાવ્યું તેમ અસ્પૃશદ્ગતિ પણ છે. છતાં ય તે સ્વાભાવિક ગતિ ન કહેવાય. એટલે નિયમ એ બાંધવાને છે કે જે ઊર્ધ્વગતિ છે તે જીવની સ્વાભાવિક ગતિ જ છે તેમ નહીં પણ જીવની સ્વાભાવિક ગતિ તે ઊર્ધ્વગતિ જ છે. કોઈ વખત એવું પણ બને કે ભૂલથી પણ કોઈ દાખલાને જવાબ કેઈ સાચો આપી દે પણ તેથી તેને સ્વાભાવિક સાચું આવડે છે તેમ ન કહેવાય; પણ સ્વાભાવિક સાચું આવડતું હોય તેને જવાબ સાચે પડે તે નિયમ કરી શકાય. આમ આત્મા તુંબડાની જેમ સંસારના કિનારે પહોંચે છે. આના જેવું જ બીજું દૃષ્ટાંત છે. એરંડાના ફલનું. એરંડાનું ફલ જેમ પોતાનું બંધન તૂટતાં ઊડી જાય છે તેમ આત્મા પણ આ તમામ શરીરનો સંબંધ છૂટતાં પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિને કારણે લોકોગ્રે પહોંચી જાય છે. પાંચે પાંચ શરીરે બંધન જ છે. આ શરીરમાંથી કોઈ પણું શરીર ધારણ કર્યું છે ત્યાં સુધી તેને તેની સ્વાભાવિક ગતિ પ્રાપ્ત થતી નથી. સ્વાભાવિક ગતિ તે કામણ શરીરને પણ નાશ થાય ત્યારે જ થાય અને કામણ શરીરનો નાશ થાય એટલે આવી સ્વાભાવિક અતિશયવંત ગતિને પામીને આત્મા અનંતકાળ માટે મોક્ષમાં સ્થિર થઈ જાય છે. આ બે દૃષ્ટાંતોથી એલું તે અવશ્ય સમજાય છે કે જેનામાં સ્વાભાવિક ઊર્ધ્વગતિ પરિણામ છે તે વિશુદ્ધ આત્મા સંગને નાશ થતાં કે બંધનને છેદ થતાં લેકા પહોંચે પણ આગળ વિચારતાં એ પ્રશ્નન થશે કે જે કર્મથી રહિત આત્મામાં સ્વાભાવિક ઊર્ધ્વગતિ છે તે શું સિદ્ધના આત્મામાં અત્યારે ઊર્ધ્વગતિ પરિણામ પેદા થયેલે છે પણ આળથી

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554