________________
પર૪
[ શ્રી સિદ્ધપદ
જો કે એક જ સમયમાં આત્મા સાત રજ્જુ જેટલે દૂર કેવી રીતે પહેાંચી શકે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય!
અન્ય શાસ્ત્રકારોએ તક અને દલીલેાથી આ વાત સમજાવી છે પણ ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે તેા આ વાતનું સમર્થન કરતા “ અસ્પૃશગતિવાદ ” નામના એક સુંદર ગ્રંથ બનાવ્યા છે. આવા ગ્રંથ તેા દીક્ષા લઇને ખૂબ ભણવા ગણવામાં લાગ્યા હાય તે મુનિએ જ સમજી શકે તેા તમારા જેવાનું ગજું કયાં? પણ જાડી ભાષામાં જાડું તત્ત્વ કહેવાશે તે સમજવાની કેાશિષ કરશે તા જરૂર સમજાશે. અસ્પૃશદ્ ગતિની સિદ્ધિ
6
પહેલાં વિચાર ગતિ' એટલે શું ? કેઇ પણ પદ્મા નું એક સ્થાનેથી બીજે સ્થાને જવુ તેનુ નામ ગતિ. આપણે સમજીએ છીએ કે એક સ્થળેથી બીજે સ્થળે ગાડુ પણ જાય છે, સાઈકલ પશુ જાય છે, મેટર પણ જાય છે. પણ ગાડા કરતાં સાઈકલને અને સાઈકલ કરતાં મેટરને ધારેલાં સ્થળે પહોંચવામાં સમય એ થાય છે. અને વાહનાને અંતર તેા સરખું જ કાપવાનુ છે છતાં ય એકને વધુ સમય થાય છે, બીજાને-વધુ ઝડપવાળા વાહનને એછે સમય લાગે છે એટલે એ નક્કી થાય છે કે પદાર્થની ગતિ વધતી જાય તેમ સમય એા થતા જાય અને ગતિ એછી થતી જાય તેમ સમય વધતા જાય. તે આપણે ગતિ કચાં સુધી ઓછી કરી શકાય તેના વિચાર કરીએ. સૌથી એછામાં ઓછી ગતિ એટલે એક સમયમાં એક આકાશપ્રદેશ જેટલી ગતિ. આનાથી ઓછી ગતિ કલ્પી શકાય જ નહીં. કારણ કે જે એક આકાશપ્રદેશમાં એક પરમાણુ કે એક કોંધ હોય તે તેનાથી નજીકના ખીજા આકાશપ્રદેશમાં જાય તે જ ગતિ થઇ કહેવાય. નહીં તો તે પદાથ સ્થિતિમાં