Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Kasturchand Zaveri

View full book text
Previous | Next

Page 544
________________ વિવેચન ] [ પર૩ રહી ન શકે પણ સિદ્ધિગતિ પામનારા જીવ આટલા બધા સકાચ કરી શકતા નથી પરંતુ માત્ર પેાતાની પૂર્વ અવ ગાહનાના ત્રીજા ભાગની જ અવગાહના ન્યૂન કરી શકે છે. તેમાં એ જ કારણ છે કે તે વખતે ચેગોની શક્તિ પણ મંદ પડી ગઇ હાય છે. તે વખતના ચેગમાં એટલી શિત નથી કે ૧ ૩ ભાગથી વધુ આત્મપ્રદેશોના સંકેાચ કરી શકે. આમ બાદરમનેયાગ અને વચનયોગના ખાદરકાયાચેોગ દ્વારા નિરાધ કર્યા બાદ તે જ માદરકાયયોગના સૂક્ષ્મકાયયેાગ દ્વારા નાશ કરે છે, અને પછી તે સૂફમકાયયેાગના સૂક્ષ્મ મન-વચનના ચાગ દ્વારા ક્ષય કરી છેલ્લા ચેાગાંશાને આત્મા વડેજ નાશ કરે છે. આ સ્થિતિ પામતાં અ ઇ ઉ ઋ લૂ એટલા જ પાંચ હસ્વસ્વરા નું ઉચ્ચારણ થાય તેટલા વખત શૈલેશી દશાને પામે છે. આ શૈલેશી દશામાં આત્મપ્રદેશે। બિલકુલ સ્પન્દન છેડી દે છે. મેરૂપ ત જેમ પવનના પ્રચંડ તેાફાનથી પણ ચલિત ન થાય તેમ તે ચૌદમા ગુણસ્થાનકરૂપે અયેાગીદશામાં રહેલ આત્માને ચોગરૂપ પવન કશું કરી શકતા નથી; અને ચાગના નાશ થઇ ગયા હોવાથી કાઇ પણ્ કમ મંધાતું નથી. માત્ર પૂર્વે ખાંધેલા કમેર્યા જેના ક્ષય માટેની ગાઠવણ કેવલી સમુદ્દાત વખતે અથવા આવકરણ વખતે થઇ ગયેલ છે તે પ્રમાણે કમના ક્ષય થતા જાય છે. અને આખરે ખાણુમાંથી તીર છૂટે તેવી રીતે આત્મા દેહમાંથી નીકળી સિદ્ધશિલા પર પહેાંચી જાય છે. આગળ આપણે વિચારી ગયા છીએ કે જે સમયે આત્મા અહી' દેહમાંથી નીકળે છે તે સમયે જ મેક્ષમાં પહેાંચી જાય છે પણ વ્યવહારનયની અપેક્ષાએ જ અહીંથી નીકળવાના અને ત્યાં પહેાંચવાના સમય જુદો કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554