________________
પરર ].
[ શ્રી સિદ્ધપદ શરીર હતું તે કર્મના ઉદયના કારણે જ. અને આત્મ પ્રદેશને સંકેચ થયે છે તેમાં જીવના પ્રયત્નની સાથે તેવા વિશિષ્ટ કર્મને ઉદય પણ કારણ છે. તે તે કર્મને ઉદય નાશ થતા તે ત્રીજો ભાગ–સંકેચાયેલી અવગાહના કાયમ જ કેમ રહે છે? કર્મ ચાલી ગયા બાદ પણ તે કર્મના ઉદયથી થયેલ કાર્ય કેમ રહું?
અહીં વિગતપૂર્વક વિચાર કરશે તો સમજાશે કે જગતમાં બે પ્રકારના પરિણામે હોય છે. એક તે નિમિત્ત એટલે કાળ રહે ત્યાં સુધી રહેનાર પરિણામ, બીજે તે નિમિત્ત ચાલી ગયા બાદ પણ રહેનાર પરિણામ. જેમ અંધારું હોય ત્યારે કઈ ચીજનું જ્ઞાન કરવા માટે દીવાની જરૂર પડે છે. તે દીવાથી કોઈ ચીજનું જ્ઞાન થાય છે પણ દીવે ચાલી જતા જેમ પ્રકાશ ચાલી જાય છે તેમ તે ચીજનું જ્ઞાન ચાલી જતું નથી. એવી રીતે કર્મના ઉદયરૂપી ઉપાધિ ચાલી જાય છે છતાં ય આકાર ચરમ શરીરના આધારે રહે છે.
આ રીતે વિચારતા આત્માને નિરાકાર કહેવામાં વાંધો નથી પણ તે દિશામાં આત્મપ્રદેશના પ્રસારણની મર્યાદા રૂપ આકાર નથી તેવું કઈ રીતે માની ન શકીએ.
શાસ્ત્રકારેએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યું છે કે આત્મા તે અનંત શક્તિને સ્વામી છે, કાયાને સંકેચ થાય છે તે પહેલાં વિર્યાતરાય કર્મને તે ક્ષય થઈ ગયે હોય છે તો એક અણુ એટલે કેમ નથી થઈ જતો? એક જ આકાશ પ્રદેશમાં રહી જાય તેવી અવગાહન કેમ ગ્રહણ કરતો નથી.
આના જવાબમાં કહેવાયું છે કે આત્મા તે વખતે ગમે તેમ તો ય શરીરમાં રહે છે. શરીરમાં રહેલે આત્મા વધુમાં વધુ સંકેચ કરે તોય અંગુલના સંખ્યાતભાગ કરતાં ઓછા સ્થાનમાં