________________
વિવેચન ].
[ ૫૨૧
ઘોડાના જ્ઞાન કરતાં ગધેડાનું જ્ઞાન જુદું છે. એ અનુભવ સહુને થાય છે. આવો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે જ્ઞાનને પણ આકાર માનવામાં આવે. જ્ઞાન જે જે પ્રકારે પદાર્થ હોય છે તે તે રૂપ આકારને ધારણ કરતું હોય છે. જે વખતે આંખથી ઘડે દેખાય, આત્માને ઘડાનું જ્ઞાન થાય ત્યારે તે જ્ઞાનને “ઘટાકાર” જ્ઞાન કહેવાય છે. પછી કાળાંતરે પટનું જ્ઞાન થાય ત્યારે પટાકારજ્ઞાન પેદા થાય છે. પછી પટાકારજ્ઞાનને વિનાશ થાય છે. આમ અરૂપી એવા જ્ઞાનમાં પણ જે આકાર માની શકાય છે તે સિદ્ધના આત્માને આકાર ન જ હોય તે આગ્રહખોટે છે.
- આત્માની નિરાકાર સ્તુતિનું કારણ
તેમ છતાં ય સિદ્ધના આત્માની નિરાકાર તરીકે સ્તુતિ છે. તેમાં વધુમાં વધુ દલીલ એ જ થઈ શકે કે તેમને તે વખતનો આકાર છે તે પૂર્વભવમાં ધારણ કરેલ જે છેલ્લું શરીર છે તેની જ અપેક્ષા છે. જેમ પાણું કે કઈ પ્રવાહીને આકાર પૂછવામાં આવે તે કહેવાય કે પાણીને કે નિશ્ચિત આકાર નથી. જેવા પાત્રમાં રહે તે તેને આકાર બની જાય છે. તેવી રીતે સિદ્ધના આત્માને વાસ્તવિક તે કેઈ આકાર છે જ નહીં પણ ચરમ શરીરમાં જે આકાર હતે તે જ સંકેચાઈને સિદ્ધને આકાર થયેલ છે. તેથી તે આકાર પણ છેલ્લા શરીર રૂપે ઉપાધિના કારણે પેદા થયેલ કહેવાય. આ શરીરને આકાર જે હોય છે તેના જેવો જ આકાર થાય છે એટલું જ નહીં પણ આ શરીર બેઠેલી અવસ્થામાં હોય તે તે સિદ્ધ દશાની આકૃતિ બેઠેલી અને ઊભેલી દશામાં અથવા જે આસનમ હોય તે આસનમાં જ સિદ્ધ ભગવંતના આકારરૂપ બને છે.
હા, એટલું ચોક્કસ વિચારવાનું છે કે છેલ્લું પણ