________________
વિવેચન ]
[ પ૨૫ રહ્યો કહેવાય અથવા વધુમાં વધુ તેનામાં સ્પંદન થાય છે તેમ કહેવાય પણ જ્યાં સુધી પૂર્વના પ્રદેશને છેડીને બીજા પ્રદેશમાં ન આવે ત્યાં સુધી ગતિ થઈ તેમ તો ન જ કહેવાય. તેથી એક આકાશપ્રદેશમાંથી એક પરમાણુ કે સ્કંધ બીજા આકાશપ્રદેશમાં આવે ત્યારે તેની ગતિ એક સમયમાં એક આકાશપ્રદેશની કહેવાય. આનાથી ધીમી ગતિ સંભવે નહીં પણ એવું બની શકે કે ગતિ કરનારે પદાર્થ નિરંતર ગતિ ન કરે પણ જેમ ગાડી સ્ટેશને સ્ટેશને અટકતી અટકતી જાય છે તેમ વચમાં સ્થિતિ કરતાં કરતાં ગતિ થાય ત્યારે સરેરાશ ગતિમાં એક સમયમાં એક આકાશપ્રદેશ કરતાં ઓછી ગતિ થાય પણ નિરંતર ગતિ ચાલુ જ હોય તેવા પદાર્થોમાં ઓછામાં ઓછી ગતિ એક સમયમાં એક આકાશપ્રદેશ જેટલી હોય જ છે. હવે આનાથી વધુ જે ગતિઓ થાય તે બધી ગતિએ “અસ્પૃશદૃગતિ કહેવાય છે. - એક સમયમાં એક આકાશપ્રદેશ જેટલા પરમાણુની ગતિ બે આકાશપ્રદેશ જેટલી ત્યારે જ સંભવી શકે કે ત્યારે તે બંને આકાશપ્રદેશે એક જ સમયમાં સ્પશી લેવાય. જે એક આકાશપ્રદેશને પસાર કરતાં એક સમય લાગતો જ હોય તો તો જેટલું ક્ષેત્ર વધે તેટલા સમયે પણ તેને પસાર કરતાં વધે. પણ આવું બને જ તેવો નિયમ નથી. વધારે ક્ષેત્ર પણ ઓછા સમયમાં પસાર કરી શકાય છે એટલે એક સમયમાં એકથી વધુ પ્રદેશો પણ પસાર થઈ શકે છે તેવું માનવું રહ્યું. અને જો આવી ગતિ શક્ય હોય તે ગતિને અતિશય વધતાં અંતરાલવતી ઘણું પ્રદેશો એક જ સમયમાં પસાર થઈ જાય તે પણ સુતરાં શકય છે. - શાસ્ત્રકાર ભગવતે સૂત્રેની ટીકામાં સ્પેશદગતિ