________________
વિવેચન ] .
[ ૪૧ ટીકાકાર મહર્ષિ આ વાકયમાં કહી રહ્યા છે કે સિદ્ધોને તે આપણું પર અતીવ ઉપકાર છે માટે તેઓ તે અવશ્ય નમસ્કરણીય છે. જ્યાં સુધી આપણે તેમની ઉપકારીતાને ન સમજીએ, બીજા ની ઉપકારીતાની સિદ્ધોની ઉપકારીતા સાથે સરખામણી ન કરીએ ત્યાં સુધી તેઓ અતીવ ઉપકારી છે તે કેવી રીતે સમજાય? માટે પહેલાં તે તેમની ઉપકારીતાને જ સમજવાની છે.
અરિહંતે તે રાગ-દ્વેષ વિનાના હોવા છતાં ય ઉપદેશ દાન વડે આપણું ઉપકારી બની શકે છે પણ સિદ્ધો આપણું ઉપકારી કેવી રીતે બને ? નથી તે ઉપદેશ આપતા કે નથી તે જિનેશ્વર ભગવંતની મૂતિની માફક આપણે તે સિદ્ધ આત્માના દર્શન–વંદન કે પૂજન કરી શકતા. તે લેકના છેડે બિરાજેલા એ આપણું ઉપકારી થવાના કેવી રીતે? જેઓ આપણને કાંઈ આપતા નથી, જેઓ આપણું પાસેથી દુર્ગણો કે દેજો લઈ શકતા નથી તેઓ ઉપકારી કેવી રીતે બને તે સામાન્ય રીતે વિચારતા મુશ્કીલ જ લાગવાનું. અરિહંતની માફક આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતોને ઉપકાર તે સમજમાં આવે પણ સિદ્ધોને ઉપકાર સમજમાં આવતા નથી.
પણ સમજમાં ન આવે તેથી ગભરાવાની જરૂર નથી. ગુરૂનો અર્થ શું છે? ગુરૂ એ જ કે જે અજ્ઞાનના–અણુસમજના અંધકારમાં પ્રકાશ પાથરે. ટીકાકાર મહર્ષિએ એને જવાબ આપે જ છે કે...સ્વવિષયપ્રદપ્રત્પાદનનપિતાના વિષયક પ્રમોદને પ્રકર્ષ પેદા કરવાથી, તેઓ અતીવ ઉપકારી છે. સિદ્ધોના ઉપકારને સમજવા માટે જરા ઊંડા ચિંતનની જરૂર છે.