________________
૪૯૪ ]
[ શ્રી સિદ્ધપદ
કારણ?” “ગમે તેને પૈસા મળ્યા છે એવા જ્ઞાનથી કાંઈ અમને આનંદ થતું નથી, પણ અમને પૈસા મળ્યા છે એવું જ્ઞાન જ અમને સુખ આપે છે. તેથી સુખકારક–ઉપકારક તે તે ચીજને અમારે રાગ થયે. તેના જ્ઞાનથી શું?”
આ દલીલ નિશ્ચયનયની છે મનને પરિણામ જ ઉપકારક અને અપકારક છે. કોઈ કોઈને ઉપકાર કે અપકાર કરતું જ નથી. પણ કેવલ નિશ્ચયનય પર ચાલીને વ્યવહારનયને અવગણ તે ખોટું છે, અને એવા વ્યવહારનયને અવન ગણવા જશે તે વ્યવહારનયવાદી કહેશે..દેહનો પ્રેમ જ ભેજનથી થતી તૃપ્તિનું કારણ છે તેમાં અનાજને શું ઉપકાર ? કઈ તમને બચાવે કે તમારા વિને દૂર કરે ત્યાં પણ તમે કદી કહી શકે કે મને મારા કર્મએ બચાવ્ય તેમાં તમે શું ઉપકાર કર્યો? મારા કર્મો સારા ન હોત તો મને કોણ બચાવી શકત? શું આવી દલીલેથી ધર્મ પ્રવૃત્તિરૂપ વ્યવહાર ચાલે ખરો? એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે નિશ્ચયનયનું આલંબન કરીને વ્યવહારને ઉછેદ કરનારો તીર્થને વિચછેદ કરનાર બને છે. કારણ તીર્થ—ધર્મ જ્યાં વ્યવહાર હય, જ્યાં ગુરૂ-શિષ્યભાવ હોય, જ્યાં જ્ઞાનનું આ દાન-પ્રદાન હય, પરસ્પર પ્રેમ-વિનય અને ભક્તિભાવ હોય ત્યાં જ ચાલે છે. સેવ્ય–સેવક ભાવ હેય નહીં ત્યાં શાસન ચાલે કેવી રીતે ? અને તેથી જ વ્યવહારનયની અપેક્ષાને માન્ય કરવી પડે. જેમ નિશ્ચયનયથી પિતાના આત્માના પરિણામ એ જ સુખ–દુઃખ છે-ઉપકારી કે અપકારી છે તેવી રીતે વ્યવહારનયથી આવા પરિણામે જે જ્ઞાનથી પેદા થાય તે જ્ઞાન પણ ઉપકારી કે અપકારી બને છે. માટે સિદ્ધ ભગવંતોનું જ્ઞાન આપણને સારી રીતે ઉપકારી છે તે સમજાય તેવી વાત છે.