________________
વિવેચન ] - શાસ્ત્રકારો સ્પષ્ટ કહે છે કે આવું કદી બન્યું નથી અને બનતું નથી અને બનશે પણ નહીં કે બાકીના ત્રણ અઘાતી કર્મો ઓછી સ્થિતિના રહી જાય અને આયુષ્યની સ્થિતિ વધારે થાય. આવું થતું હોત તો એમ માનવું પડત કે કેવલી સમુદ્રઘાત દ્વારા કેવલી ભગવંતે નવા વેદનીયાદિ કર્મો પણ બાંધે. એમ થાય તે પછી કેવલી સમુદ્દઘાત નામ નિરર્થક થઈ જાય. કેવલી (સમુદ્રગ્રહ), (સમૂ+ઉગ્રહ) નામ પાડવું પડે. કારણ કેવલી સમુદ્દઘાતમાં તે કર્મનો સમ એટલે સારી રીતે, ઉત્ એટલે પ્રબળતાથી, ઘાત એટલે નાશ થતો હોય છે. આ તે નવા કર્મો લેવાની વાત આવી એટલે સમુદ્રગ્રહ બની ગયે!
વળી તે કેવલી અવસ્થામાં બે સમયની સ્થિતિવાળા કર્મને જ બંધ હોય તે વધારે સ્થિતિવાળું વેદનીયાદિ કર્મ બાંધે કેવી રીતે ? બે સમયથી વધારે સ્થિતિના કર્મ બાંધવા માટે કષાયના ઉદયની જરૂર પડે જ. તે કષાયે; ક્ષય થયા બાદ ઉદયમાં આવે કેવી રીતે ? આમ વિચારીએ તે હજારે શાસ્ત્રીય નિયમેના ઉલ્લંઘનને પ્રસંગ આવે. માટે શાસ્ત્રકારે કહે છે આયુષ્યકર્મના પિતાના જ તથાસ્વભાવના કારણે કદી એવું બનતું જ નથી કે આયુષ્યકર્મ કરતાં બાકીના ત્રણ કર્મોની સ્થિતિ નાની હોય.
બુદ્ધિમાનેને પ્રશ્ન તે થાય જ કે જે વેદનીય આદિ કર્મો આયુષ્ય કરતાં વધારે જ હોય તે નિયમ હોત તે મુંઝવણભરી સ્થિતિ ન આવત; પણ એવી સ્થિતિ પણ માની છે કે વેદનીયાદિ કર્મો અને આયુષ્ય કર્મ એક જ સરખા હોય, એક સમયને પણ ફરક ન હોય; તો એ છે કે