________________
૫૧૨ ]
[ શ્રી સિદ્ધપદ્મ
પણ આત્મા તરત જ મેાક્ષમાં જતા નથી પણ અંતમુહૂત બાદ જ મેાક્ષમાં જાય છે. કેટલાક એવુ માને છે કે કેવલી સમુધાત કર્યા બાદ છ મહિના સુધી એક આત્મા સંસારમાં રહે, પણ આ વાત ખેાટી છે, શાસ્ત્ર બાહ્ય છે; તેમ આય શ્યામાચાય ભગવતે પદ્મવણાજીમાં જણાવ્યુ છે. કારણ કે જો છ મહિના આયુષ્ય ખાકી રહેતુ હોય તે વાંધા આવે. ધારે કે કે’ક આત્માએ જેઠ વદમાં સમુદ્ધાત કર્યો તો ત્યાંથી લઇને છ મહિના ગણુતા વચમાં ચેકમાસું આવે. ચામાસામાં પીઠફલક અને પાટ વગેરેની જરૂર પડે તેથી તેને ગ્રહણ કરવાને પ્રસંગ આવે પણ શાસ્ત્રમાં તા એવું કયાંય કહ્યું નથી. માત્ર કેવલી સમુદ્ઘાત કર્યાં બાદ આયુષ્ય ખાકી હોય તો તેવા પ્રસંગે ગ્રહણ કરેલ પીઠક્લક અને પાટલા પાછા આપે તેમજ જણાવ્યું છે.
આયુષ્યકસની વિશેષતા
શાસ્ત્ર તે દરીયે છે. એક એવા પ્રશ્ન પણ શાસ્ત્રમાં પૂછવામાં આવ્યા છે કે....“ જેના આયુષ્યકમ કરતાં વેદનીય આદિ ત્રણ અઘાતીકમાંં વધારે હોય તે કેવલીસમુઘાત કરે અને સ્વભાવથી જ જેના આયુષ્યકર્મીની સ્થિતિ વેઢનીય આદિ કર્મોના જેટલી હાય તે કેવલીસમુદ્દાત ન કરે એ વાત તેા સાચી પણ કદાચ એવું બને કે જે આયુષ્યકમ ની સ્થિતિ વધારે હોય અને વેદનીય આદિ કર્મોની સ્થિતિ ઓછી હાય તેા તે શું કરે ?.....'
પ્રશ્ન છે; તેા સુંદર પણુ જ્ઞાની શાસ્રકારના હાથમાં ન આવે તેવા અંદર (વાંદા) નથી. જ્ઞાનીએ તા ચિંતનના સમદર (દરીયા) હાય છે. આપણી કલ્પના પણ ન પહેોંચે તેવા આ પ્રશ્નને જવામ પણ શાસ્ત્રકારોએ કરેલ છે.