________________
વિવેચન ]
[ ૪૯
જ્ઞાન દ્વારા
જે અમર્યાદિત આનદ ઉલ્લસે છે તેના કારણરૂપ સિદ્ધો પોતે જ છે. માટે તેઓ મોક્ષમાર્ગના સાક્ષાત્ ઉપકારી છે અને તેઓ ઉપકારી હાવાથી જનમસ્કાર કરવાને પણ ચેાગ્ય છે. આમ સિધ્ધના આત્માઓના ઉપકાર તાર્કિક રીતે ન્યાયી રીતે સ્વાનુભવ સિધ્ધ થાય છે. આ જ વિષય સ્થૂલ દલીલેાથી હજી વધારે સ્પષ્ટ થશે,
વિચાર કરી કે સિંધના આત્માએ ન હાય તા સિધ્ધપદ અને ખરૂં? અને સિધ્ધપદ ન બને તેા તીથ કરાના ઉપદેશ કેાને ઉદ્દેશીને ? કોઈપણ કૃત્ય બુધ્ધિમાન આત્મા કરે તે લક્ષ્ય વિના ઉદ્દેશ્ય વિના કરે નહીં, તા સિધ્ધા વિના બીજા કેાના ઉદ્દેશ્યથી ઉપદેશ અપાય ? તીથ કરા ઉપદેશક તરીકે ઉપકારક ખરા પણ તેઓ તેા વેચાણુ કરનાર અને ગ્રહણ કરનારની વચ્ચે સપર્ક કરી આપનાર દલાલ જેવા છે. મુખ્ય પાર્ટી એ તે આપણા આત્મા અને સિધ્ધને આત્મા છે. સિધ્ધના આત્મારૂપ વેચાણ કરનાર ન હોય તેા આપણે ગ્રાહક પણ કાના? અને વેચનાર અને ખરીદનાર સિવાય દલાલ પણુ કાણુ ?
જો સામો કાંઠા દેખાતા હાય તા જ પ્રવાસ થાય. હાડી પણ પછી ઉપકારી અને અને નાવિક પણ પછી ઉપકારી અને પહેલાં જ્યાં જવાનુ છે તે કાંઠા નિશ્ચિત હવા જોઇએ. સસારના સામા કાંઠે પહોંચેલા સિધ્ધાએ જ મોક્ષરૂપ કાંઠા પ્રસિધ્ધ કર્યાં છે. માટે જ તેએ મહાન ઉપકારી છે.
નાવિક ગમે તેવા હાંશિયાર હાય અને નાવ ગમે તેવી મજબૂત હાય પણ જ્યાં પહોંચવાનુ છે તે કાંઠારૂપ સ્થાન