________________
પ૦૦ ]
[ શ્રી સિદ્ધપદ પ્રસિદ્ધ ન હોય તે માત્ર પ્રવાસ જ કરવાનું રહે. ખરેખર તે સામે કાઠે છે તેથી જ નાવિકનો પુરૂષાર્થ સાર્થક થાય છે અને હેડી પણ ઉપકારી બની શકે.
સંસારી લેકેની દશા વિચિત્ર હોય છે. મહાઉપકારી તત્વ માટે પણ જે તેમને પરિશ્રમ ન પડતું હોય તે તેઓ તેને ઉપકારી માનવા તૈયાર થતા નથી. તમને કોઈ એવા માણસ નહીં મળે કે જીવ ચાલી રહ્યો છે તે માટે શુદ્ધ હવાને આભાર માનતા હોય કે ચેખા પાણી પ્રત્યે પિતાની કૃતજ્ઞતાનો ભાવ બતાવતે હેય. પણ કઈ એક પાંચ રૂપિયા આપશે તે જરૂર તેના પ્રત્યે નમ્રતા અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરશે. માણસ સમજે છે કે હવા અને પાણું વણમાંગ્યા મળી રહે છે એટલે તેની વધુ કિંમત નથી. જેમાં ખૂબ પરિશ્રમ કરે પડે, જે દુર્લભ લાગે ને મળે તેમાં જ તેને ઉપકાર લાગે છે. પણ હકીકત વિચારે તે તે સમજે છે કે જીવન ટકાવવામાં અગત્યની ચીજ ધન કરતાં પણ હવા અને પાણી છે.
જેમ નાવિકની નાવમાં બેસવા ભાડું પ્રવાસીએ ચૂકવવાનું હોય છે એટલે તેની તેને કિંમત સમજાય છે. પણ સામે કિનારે કંઈ તેની પાસેથી કિંમત કે પરિશ્રમ માંગતે નથી તેથી તેને તેની કિંમત–તેની ઉપકારિતા સમજાતી નથી. દુનિયાના વ્યવહારમાં લપટાયેલાને પારમાર્થિક ઉપકાર સમજતા વાર લાગે તે સ્વાભાવિક છે ! ભવસાગરની પેલે પાર કિનારારૂપ બનેલા સિધ્ધોને ઉપકાર તે અપેક્ષાએ એટલે મહાન છે કે તેમના ઉપકારની તોલે કે ઇને ઉપકાર ન આવે. પણ ઘણી વખત ગણતરીમાં મીંડા ગણાય છે અને એકડે કરવાનું રહી જાય છે. તેવી રીતે સિધ્ધનો ઉપકાર