________________
વિવેચન ]
[ ૫૦૯ પ્રદેશોને ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવીને રવૈયાની માફક ગોઠવે છે. તેથી આ રચનાને મંથાન કહેવામાં આવે છે. હવે ચોથા સમયમાં વચ્ચે જે ભાગ આત્મપ્રદેશ વડે પૂરાવાને બાકી રહ્યો હોય છે તે ભાગ પણ પિતાના આત્મપ્રદેશ દ્વારા તે આત્મા ભરી દે છે. શાસ્ત્રમાં આને અંતરપૂરણની ક્રિયા કહે છે. આમ ચેથા સમયે કેવલી સમુદ્દઘાતમાં રહેલે આત્મા સમસ્ત લેકવ્યાપી બને છે.
એ પ્રશ્ન તે નથી થતું ને કે સમસ્ત લેક કેવલીના આત્મપ્રદેશો વડે ભરાઈ જાય તે બીજા પદાર્થો ક્યાં જાય? આત્મા તે અરૂપી પદાર્થ છે. તે કઈ સ્થાન રકતો જ નથી. અરે, આત્માની વાત કયાં ? ચૌદ રાજલોકમાં સૂક્ષ્મ જીવે સ્થાને સ્થાને છે છતાં ય મને, તમને કે દુનિયાના કોઈ પણ પદાર્થને વ્યાઘાત પહોંચાડતા નથી, તે આત્માને લેકવ્યાપી બનતાં શું વાંધો આવે ?
કેવલી સમુદ્રઘાતની વાત તે હજી તમારામાંથી કેઈએ કેક વખત સાંભળી હશે પણ તમને ભાગ્યે જ ખબર હશે કે પુદગલમાં પણ એક અચિત્ત મહાત્કંધરૂપ પરિણામ પેદા થાય છે અને આ અચિત્ત મહાત્કંધ પણ આ જ ક્રમથી અનુક્રમે સમસ્ત લેકવ્યાપી બને છે. રૂપી પુદગલને પણ એક જ સ્કંધ લોકવ્યાપી બનીને રહે અને બીજા કેઈ પણ રૂપી પદાર્થને આઘાત ન પહોંચાડે કે હાનિ ન કરે તે આત્મા તે કેવી રીતે હાનિકર્તા બને?
આ ભગવતીજી સૂત્રમાં જ પુદ્ગલેના અનેક પ્રકારના પરિણામની વાત આવે છે. સર્વજ્ઞના શાસન સિવાય અન્ય સ્થળે આવા પરિણામોનું વર્ણન સાંભળવા પણ મળતું નથી. . . .
. .