________________
:
-
પ૦૬ ]
| [ શ્રી સિદ્ધપદ વધારે હોય છે. આપણે તે અનેક જન્મ-મરણ કરવાના હોય છે એટલે આપણે હિસાબ તે આગળના ભાવમાં ચાલે. પણ સિધ્ધગતિમાં જતા આત્માને તે અનંતભવનો હિસાબ પૂરે કરવાનો હોય છે. એટલે તેમને પિતાના છેલ્લા ભવમાં પિતાના આયુષ્યકાળ દરમ્યાન બધા કર્મોને ભોગવી નાંખવાના હોય છે. આયુષ્યથી વધારે સ્થિતિના કર્મોને ખપાવવા માટે એક વિશિષ્ટ કિયા કરવી પડે છે. જેને શાસ્ત્રમાં કેવલી મુદ્દઘાત કહેવામાં આવે છે.
સમુદ્રઘાત’ શબ્દનો અર્થ સમજવા જેવું છે. સમ” અને “ઉદ” આ બે ઉપસર્ગ સંહિત “ઘાત શબ્દથી આ શબ્દ બન્યું છે. તેમાં “ઘાત એટલે નાશ, “ઉ” એટલે પ્રાબલ્યતાથી તેમજ “સમ એટલે સારી રીતે...તેથી સારા ય શબ્દનો અર્થ એ છે કે “જે કિયા દરમ્યાન સારી રીતે પ્રબળતાપૂર્વક કર્મોને નાશ થાય છે.”
સમુદ્રઘાત તે સાત છે પણ અહીં કેવલી ભગવંતે કર્મોની સ્થિતિની સમાનતા કરવા જે સમુદ્દઘાત કરે છે તેની જ વાત વિચારવાની છે. આવી કિયાની જેનશાસનમાં વિશેષતા છે. આના જેવી વિશિષ્ટ પ્રકિયા કોઈ દર્શનમાં કલપવામાં નથી આવી. હા, અન્ય વેદાંતી દર્શનકારોએ કેક સ્થાને આવું કંઇક માન્યું છે ખરૂં. વેદાંતીના મતે ત્રણ પ્રકારના કર્મો હોય છે. (૧) સંચિત કર્મ (૨) પ્રારબ્ધકર્મ (૩) વર્તમાનકર્મ. તેમાંના પ્રારબ્ધકર્મનું આપણે ત્યાં જે નિકાચિતકર્મનું સ્વરૂપ છે તેના જેવું જ છે. તેઓ માને છે કે, બ્રહ્માને સાક્ષાત્કાર થઈ જાય તે પછી અનેક ભમાં એકઠા કરેલા દીર્ઘકર્મો સંચિત કર્મો બ્રહ્માના સાક્ષાત્કાર માત્રથી નાશ પામે છે. પણ પ્રારબ્ધકર્મ રહી જાય છે. આ પ્રારબ્ધકર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને