________________
વિવેચન ]
[ ૫૦૫
સ્થાપીએ ત્યારે પ્રત્યુપકાર વળે. આમ હજી ગુરુને પ્રત્યુપકાર વાળવાનો સંભવ છે. પણ...મોક્ષમાં ગયેલા સિદ્ધાત્માઓને પ્રત્યુપકાર વાળવાને કઈ જ રસ્તે નથી. તેથી આ જ કલ્પના કરવી રહી કે જેવી રીતે આપણે જેમ આ આરાધના થઈ શકે તેવા વ્યવહાર રાશિના સ્થાનમાં કેઈના પ્રતાપે આવ્યા છીએ તેમ સાધના નિમિત્તો આપણે પણ કઈ આત્માને અહીં પ્રવેશાવીએ.
એટલે કહે કે, આપણને વ્યવહાર રાશિમાંથી સિદ્ધિ ગતિ સુધી પહોંચાડવાનો પરવાનો (લાઈસન્સ) આપનાર સિધ્ધ ભગવંતે છે. તેથી આપણે પણ તેવા કેઈ આત્માને પરવાને આપવાનું છે. આ વિચારથી પણ સ્પષ્ટ થાય છે કે, આપણે મોક્ષ માટે જોરદાર પ્રયત્ન આદરવાની જરૂર છે. અને...અનંતકાળથી ચાલી આવતી સિધના આત્માની પપકાર કરવાની સાંકળમાં એક નવી કડી તરીકે જોડાવાનું છે. આમ સિધ્ધના આત્માને પરમ ઉપકાર સમજી આપણે તેમને નમસ્કાર કરવાનો છે.
ટીકાકાર મહર્ષિ અહીં “નમે સિધ્ધાણું” પદની વિવેચના પૂર્ણ કરે છે. પણ આપણે જે વિષયે આગળ વિચારવાના બાકી રાખ્યા હતા અને સિંધના સ્વરૂપને સંપૂર્ણપણે ખ્યાલ આપવામાં જે અતિ અગત્યની વાત છે તેને વિચાર કરી લઇશું. જે કરવાથી તમને સિધ ભગવંત વિષે લગભગ સંપૂર્ણ કહેવાય તેવી માહિતિ પ્રાપ્ત થઈ જશે. - ચાર ઘાતિકને ક્ષય કરીને બનેલા ભગવંતમાં કેટલાક એવા આત્માઓ હોય છે કે જેઓની બાકીની ચાર અઘાતિકની સ્થિતિ એક સરખી નથી હોતી. તેઓનું આયુષ્યકમ નાનું હોય છે અને બાકીના ત્રણ અઘાતીકર્મ એટલે નામકર્મ–ત્રકર્મ અને વેદનીયકર્મની સ્થિતિ