________________
૪૯૮]
[ શ્રી સિદ્ધપદ એટલે કહે કે ખોટી વાત કે ખોટા જ્ઞાનથી તમને વાસ્તવિક સુખ કે ઉપકાર થતો નથી પણ વાત સાચી હોય તે તેના જ્ઞાનથી જ ઉપકાર થાય છે. હવે જે આપણને માત્ર જ્ઞાન જેડે જ સંબંધ હોય તે આ અનુભવે છે જ જોઈએ. પણ ખોટી કલ્પનાની વાતોથી કોને આનંદ આવે છે? સ્વપ્નમાં તમારી જાતને કોઠાધિપતિ થયેલ જુઓ તેથી તમને સુખ શું થાય? આવું સ્વપ્ન તમે કેઇને કહેવા ગયા અને કેઈએ કહ્યું, “હવે તમારે કમાવવાની જરૂર નથી.” તમને તમારી પાસે કોડે છે તેવું જ્ઞાન તે થઈ ગયું.” ત્યાં તમે કહેવાના, “ખોટું જ્ઞાન શું કરવાનું.” પૈસા સાચે જ પ્રાપ્ત થાય અને તેનું જ્ઞાન થાય તે સુખકારક બને. ચીજ હૈયા વિના ચીજનું જ્ઞાન ઉપકારી કેવી રીતે?
આ જ વાત સિદ્ધ કરે છે કે સિદ્ધના સ્વરૂપનું જ્ઞાન જે ભવ્ય આત્માઓ પુરૂષાર્થ દ્વારા મેક્ષે ગયા ન હોય તે થાય નહીં. માટે સત્ય જ્ઞાન માટે સત્ય વિષયની જરૂર છે જ. સિદ્ધના જ્ઞાન માટે સિદ્ધની જરૂર છે જ. સિદ્ધ વિના સિદ્ધનું જ્ઞાન કયાંથી થાય! તેથી તેના જ્ઞાનથી તે ઉપકાર તે સિદ્ધ છે માટે જ છે. વસ્તુ વિના વસ્તુનું જ્ઞાન થઈ શકે નહીં. અને તેથી વસ્તુની પ્રાપ્તિ માટે કરેલા પુરુષાર્થ વસ્તુના જ્ઞાનથી થતા ઉપકારમાં કારણ છે જ. સિદ્ધ પરમાત્મા પણ ઉપકારી અને તેમણે કરેલે મોક્ષ મેળવવાનો પ્રયત્ન એ પણ આપણુ પર ઉપકારી છે. તેઓ આવા પવિત્ર સ્વરૂપમાં છે તે જ આપણને તેમનું જ્ઞાન થાય છે. આ જ વાતને માર્મિક રીતે કહેતાં પૂ. ટીકાકાર અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે –
વિષયપ્રદpકર્યજનકન” પોતાના સ્વરૂપના