________________
વિવેચન ]
[ કલ્પ સિદ્ધના સ્વરૂપનું જ્ઞાન ઉપકારી ખરું,
પણુ સિદ્ધો કેવી રીતે ઉપકારી..? હજી આગળ પ્રશ્ન કરો, અટકે નહીં. આગળ પૂછે કે સિદ્ધોના સ્વરૂપનું જ્ઞાન તે ઉપકારી ખરૂં પણ સિદ્ધોને આપણું ઉપર શું ઉપકાર ? સિદ્ધો કેવા તે જ્ઞાન આપ કરાવે છે, તીર્થકર કરાવે છે તે તેઓ ઉપકારી થાય પણ જેઓ પિતાનું જ્ઞાન પણ આપણામાં પેદા કરી શકતા નથી તેઓ કેવી રીતે ઉપકારી થાય ?
વિચાર કરતાં આ પ્રશ્નનો જવાબ પણ મળશે. પહેલાં આટલી વાત તે સ્થિર કરી લે કે સિદ્ધના સ્વરૂપનું જ્ઞાન ઉપકારી છે. સિદ્ધના સ્વરૂપને–ત્યાં રહેલાં આત્માના અનગંલ સુખને સાંભળતા જ મોક્ષ લેવાનું મન થઈ જાય છે. જે આત્માઓ નિકટભવી હોય છે તેમને તે આ વાત અનુભવસિદ્ધ હોય છે. શાસ્ત્રમાં ઘણું વાત સાધુપુરુષોના અનુભવથી સિદ્ધ થતી હોય છે. ૧૪૪૪ ગ્રંથકર્તા શ્રી હરિ ભદ્રસૂરીશ્વરજી મહારાજા સ્થાન–સ્થાન પર ફરમાવતા હોય છે કે “અનુભવસિદ્ધમ્ તત્ ” આ વાત અનુભવ સિદ્ધ છે.
જેમ કૃપણને પૈસાનું નામ સાંભળતાં આનંદ આવે છે...રસના લાલચુને રસોઈ તૈયાર છે એવી ખબર પડતાં મેંઢામાંથી પાણી છૂટવા માંડે છે....વિદ્યાના અથીને સારૂં પુસ્તક મળે છે તેની ખબર પડતાં જ આનંદ આવે છે, તેમ મેક્ષના અધ આસન્નભવી આત્માઓને સિદ્ધ પદનું સ્વરૂપ સાંભળતાં જ એ આનંદ આવે છે કે તેમનાં કેટલાય કર્મો ખપી જાય છે. વારંવાર સિદ્ધના સ્વરૂપના