________________
૪૯૦ ]
[ શ્રી સિદ્ધપદ આપવા ગયા. બાપ તે પિતાના ફરજંદની કરતૂત જાણુતે જ હોયને? મિત્રને કહે બેટાઓ! ચિંતા ન કરો, મારે લાલિયે લાભ વિના લેટે (આળોટે) નહીં. મિત્રને થયું “શું ધૂળમાં આળોટીને કપડા બગાડ્યા તે લાભ થયે? સમય બગડે, જાત બગડે, કપડાં બગડે તે કાંઈ લાભ છે? પણ ત્યાં તે પાછળ મલક મલકત લાલિયે આવ્યું. શેઠે (લાલયાના બાપે) તેને પૂછયું, “કેમ બેટા, શું લાભ થયે લેટવાથી ?” તરત લાલિયા એ ચળકતી સેનામહાર કાઢીને બતાવી. મિત્રે સમજી ગયા. રસ્તામાંથી સોનામહોર મળી લાગે છે પણ રસ્તામાં તેને લેતા આપણે જોઈ જઈએ તે આપણે ભાગ પાડ પડે. “ખરે લાલિયે અને ખરેખર તેને બાપ.” મિત્રે ભેઠા પડીને ઘેર ગયા. ન આવે લાલિ લાભ વિચારે તો તમે માલંમાલિયા કંઈ એમ ને એમ લાભ વિના સિદ્ધને નમસ્કાર થડો કરે ? સિદ્ધને નમસ્કાર કરવાને મહાન લાભ મળે છે એ ચર્ચાને આગળ પણ વિષય આવ્યે હતો ત્યારે સંક્ષેપમાં વાત કરી હતી. અહીં શકય તેટલી લાંબી વિચારણા કરીશું. જેથી તમને સ્પષ્ટ સમજાઈ જાય કે સિદ્ધને નમસ્કાર શા માટે કર જોઈએ.
અહીં આપણું ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજ પણ જણાવી રહ્યા છે કે –“નમસ્કરણયતા રૌષામ, અવિપ્રણશી જ્ઞાન દર્શન સુખવીર્યાદિગુણયુકતતર્યા, સ્વવિષયપ્રમોદપ્રકત્પાદનેન ભવ્યાનાં અતીતવ ઉપકાર હેતુત્વા ઇતિ’ તેમના આ વાક્યને અર્થ સમજાય એટલે આપણા પ્રશ્નનો જવાબ આવ્યા વિના રહેવાને નથી.