________________
૪૮૬ ]
[ શ્રી સિદ્ધપદ સાક્ષીભૂત શ્લેક અને વિવરણની સરખામણું
આવા અનેકાનેક ગુણની પ્રાપ્તિ કરાવનાર સિદ્ધ ભગવંતને નમસ્કાર કરી આપણે અહીં “નમો સિદ્ધાણં”ના અર્થનું વિવેચન પરીપૂર્ણ કરીએ છીએ. પૂ. ટીકાકાર મહર્ષિ અહીં આ છ અર્થો એક સાથે સમજાઈ જાય માટે પૂર્વ પુરૂષનો રચેલ એક સંગ્રહાત્મક શ્લેક મૂકે છે
“માતં સિત પેન પુરાણકમ્મ, યે વા ગતે નિવૃતિસૌમૂક્તિ
ખાતેડનુશાસ્તા પરિનિષ્કિતાર્થો, યોસેકસ્તુ સિદ્ધરતમંગલો મે.” આ લેકને અર્થ છે.....
બાંધેલું પુરાણું કર્મ જેના વડે બાળી નંખાયું છે. . જે મોક્ષરૂપ મહેલના મસ્તકે ગયેલા છે.
જે પ્રસિદ્ધ છે, જે અનુશાસ્તા છે, જે કૃતકૃત્ય છે.
એવા સિદ્ધિ મારા માટે મંગલ કરાયેલું છે જેના વડે તેવા થાવ...”
જ્યારે આપણે અત્યાર સુધી ટીકાકારના વચનને અનુસરીને નીચે પ્રમાણે અર્થો કરી ગયા છીએ. '
(૧) જાજવલ્યમાન શુકલધ્યાનરૂપ અગ્નિ વડે કર્મ રૂ૫ ઇંધણ બાળી નંખાયું છે, જેના વડે તેવા સિદ્ધો...
(૨) મોક્ષરૂપી નગરીમાં અપુનરાવર્તન (ફરી પાછા ન ફરવું પડે) ગતિ વડે ગયા છે, તે સિદ્ધો..
(૩) કૃતકૃત્ય થઈ ગયા છે, જેને હવે કશું કરવાનું બાકી નથી રહ્યું, તે સિદ્ધો...