________________
વિવેચન ]
[ ૪૮૫ પણ ફરક છે. ભાસર્વજ્ઞ નામના એક પંડિતે ન્યાયસાર નામનો એક ગ્રંથ લખ્યો છે. તેમણે ન્યાયદર્શનના પદાર્થોનું જ વિવરણ કર્યું છે. પણ મોક્ષનું લક્ષણ “નિત્યસુખ વિશિષ્ટ આત્યંતિક દરખધ્વસ” કરી ત્યાં સુખ સ્વીકાર્યું છે, પણ જ્ઞાન તે તે ભાસર્વજ્ઞએ પણ મુક્તિમાં સ્વીકાર્યું નથી. તેના મતે વળી ન દોષ ઊભે થવાને કે જ્ઞાન વિના સુખ ભગવાય કેવી રીતે ? એટલે કહે કે ભાસર્વજ્ઞએ મોક્ષના આત્મામાં સુખ તે માન્યું છતાં ય તેને આત્માને સુખી ન કર્યો. સુખને અનુભવસાક્ષાત્કાર જ્ઞાન વિના શક્ય જ નથી. '
સ્યાદ્વાદ મહાવાદ સિવાય બીજા બધા જ દર્શને બકવાદ અને તકવાદ છે. તેમનો કેટલે પ્રતિવાદ (જવાબ) કરે. ખરેખર તે તેમની જોડે અસંવાદ (ન બેલિવું ) તે જ તેમને પ્રતિવાદ છે. આ જ અમારા પ્રાચીન પુરૂપોનો પ્રવાદ (સલાહ) છે અને તેથી જ આપણે આ વિવાદને વાદ પરમેશ્વર જેવા સ્યાદ્વાદ (ન્યાયાધીશ) ને સેંપી સ્યાદ્વાદને જ હૃદયમાં પધરાવી આગળ વધીએ. - પરદર્શનીઓમાંથી કોઈએ સિદ્ધના આત્મામાં ક્ષાયિક શ્રદ્ધા–ક્ષાયિક સમ્યકત્વ, અનંતવીર્ય, અનંત કેવલદર્શન જેવા ગુણો માન્યા નથી. આ હકીકતને સ્પષ્ટ કરવા જ ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે ભવ્યાત્મા વડે સિદ્ધના એકાદ ગુણ નહીં પણ અનેક ગુણોને સંદેહ એટલે સમૂહ પ્રાપ્ત કરાયો છે.
જે દર્શનકારે સિદ્ધના આત્મામાં અનેક ગુણે જ માનવા તૈયાર ન હોય તેના આલંબનથી મોક્ષ પામી બીજા પણ અનેક ગુણોને સંદેહ પ્રાપ્ત કરે તેવું કેવી રીતે બને?