________________
-
-
-
-
વિવેચન ]
[ ૪૮૩ ભવ્ય સિદ્ધના ગુણેને સંદેહ પ્રાપ્ત કરે છે
ટીકાકાર આચાર્ય ભગવંત એમ શા માટે કહે છે કે ભવ્યાત્મા વડે સિદ્ધોના આત્માના ગુણોને સંદેહ પ્રાપ્ત થાય છે? કે એક જ ગુણ કે બે–ચાર ગુણે પ્રાપ્ત થાય છે તેમ કેમ નથી કહેતા ?
આમ કહેવા પાછળ તેમને આશય સમજવા જેવો છે.
આમ કહેવા પાછળ ટીકાકાર પૂ. આચાર્ય ભગવંતને. આશય સ્પષ્ટ છે. “નમો સિદ્ધાણં' પદનું આલંબન લઈને તરનાર–મેક્ષમાં જનાર આત્મા તે પિતાના આલંબનભૂત સિદ્ધના જેવા જ તમામ ગુણ મેળવે છે. “અરિહંત પદ કે અરિહંત પરમાત્માનું આલંબન લેનારા અરિહંતના ગુણે મેળવે જ તેવું નિશ્ચયથી ન કહી શકાય. આચાર્યાદિ પદ કે આચાર્ય વ્યક્તિનું આલંબન લઈ સાધના કરનાર પણ તેમના જેવા જ ગુણ મેળવે તે નિશ્ચય નથી. જ્યારે સિદ્ધપદના આલંબનથી તેમ થાય છે. તેમના જેવા તમામ ગુણે ભવ્યાત્મા પ્રાપ્ત કરી શકે છે. એટલે જ એક-બે ગુણે પ્રાપ્ત થાય છે તેમ ન કહેતા, ગુણને સંદેહ પ્રાપ્ત થાય છે તેમ કહેવાયું છે. આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે કો'કના મતે મોક્ષ પ્રાપ્ત થયેલ આત્મામાં જ્ઞાન નથી તે કેઈના મતે સુખ નથી. જ્યારે જેનદર્શન પ્રમાણે તો અનેકાનેક ગુણે સિદ્ધ અવસ્થામાં છે. એક એક કર્મના ક્ષયથી પ્રગટ થતા એક-એક ગુણ તે આપણે આગળ વિચારી ગયા છીએ. ઉપરાંત આઠે ય કર્મના ક્ષયથી સિદ્ધવ નામને સાદિ અનંતપર્યાય પ્રાપ્ત થાય છે. આ સિવાય પણ અસંખ્યાત પ્રદેશીત્વ, સત્ત્વ જેવા કેટલાય બીજા ગુણ છે.