________________
૪૫૬ ]
[ શ્રી સિદ્ધપદ મંગલ તો માત્ર અરિહ તેને નમસ્કાર દ્વારા યા કેઈ પણ તીર્થકરને નમસ્કાર દ્વારા થઈ શકત, પણ અહીં સંપૂર્ણ નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે એ જ નથી બતાવતું કે પદની દૃષ્ટિએ આ પાંચે ય પદ પાંડવ જેવા છે. એક પર આવ્યું એટલે પાંચે ય પદ આવ્યા. પદની દૃષ્ટિએ પાંચે ય પદ ગરબા બળવાન છે. આ સૂચવવા જ જાણે પાંચે પાંચ પદનું ઉચ્ચારણ થયું લાગે છે.
એમ પણ કેમ કલ્પના ન કરીએ કે જેમ બધા મંત્રમાં નમસ્કાર મહામંત્ર જ મંગલરૂપ છે તેમ અગ્યાર અંગમાં ભગવતીજી સૂત્ર' મહાન અંગ છે. આચારાંગ, સૂયગડાંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, પ્રીવ્યાકરણ, વિપાકકૃત આદિ આગમ મુખ્યપણે કઈ ને કઈ એક જ અનુયાગનું યા એક જ વિષયનું પ્રધાનપણે પ્રતિપાદન કરે છે, જ્યારે ભગવતીજી સૂત્ર ચારે ચાર અનુયાગનું પ્રધાનપણે નિરૂપણ કરે છે અને તેમાં કોઈ પણ એક વિષયની મુખ્યતા નથી. સ્થાનાંગ અને સમવાયાંગ પણ ચારે ય અનુ
ગેની પ્રાધાન્યપણે વિવક્ષા કરે છે. છતાં ય તેમાં સ ખ્યાના અંકાદિવડે પદાર્થોનો સંગ્રહ એ મુખ્ય હેતુ છે. વિવેચના અને ખુલાસાઓ નથી. જ્યારે ભગવતીજી સૂત્ર પ્રશ્નોત્તરરૂપ હોવાને કારણે સ્થાને સ્થાને દરેક પદાર્થોનું નિરૂપણ તેમજ ગ્ય ખુલાસાઓ તેમાં છે. આ વિષયને કેટલો ય વિચાર આપણે વિવાહ પન્નતિ” શબ્દનો અર્થ કરતાં કર્યો છે. ભગવતીજી સૂત્રનું મૂળ નામ “વિવાહ પન્નતિ” જ સૂચવે છે કે તે વિવેધતાનો ખજાનો છે. વિવાહ એટલે જ વિવિધ પ્રવાહ. આમ આ વિવિધતાદક આગમમાં પંચપરોધિ નમસ્કારરૂપે જે મંગલ થયેલ છે તે પણ શાસ્ત્રમાં પરમ પદની તમામ