________________
૪૭૪ ]
[ શ્રી સિદ્ધપદ મોક્ષમાર્ગની પ્રરૂપણાને વિરોધી છે તે અભવ્યનો જ આત્મા છે એવું નહિ. ભવ્ય આત્મા પણ મોક્ષથી દૂર હોય, શરમાવર્તમાં આવ્યું ન હોય ત્યારે તેની દશા પણ આવી જ હોય છે. તેથી એ નિયમ નહીં બાંધવાનો કે જેને મોક્ષની ઇચ્છા કેઈ કાળે ન હોય યા ભવ્ય કે અભવ્યની શંકા ન હોય તે અભવ્ય, પણ ત્રણે ય કાળમાં જેને મોક્ષની ઇચ્છા ન હોય તે જ અભવ્ય. ભૂતકાળમાં જેને મોક્ષ ઈયે નથી, વર્તમાનમાં જે મોક્ષ ઈચ્છતું નથી, ભવિષ્યમાં જે મોક્ષ ઈચ્છવા નથી તે જ અભવ્ય. માટે જ મેં કહ્યું હું ભવ્ય છું એને નિર્ણય મેં કરી લીધું છે. તમો છે કે નહીં તેને નિર્ણય તમે કરે. બાકી પ્રત્યક્ષથી તેનું જ્ઞાન કરીને ભવ્ય અભવ્યને નિર્ણય કેવલી ભગવંત સિવાય કોઈ કરી ન શકે.
“ આત્મા અભવ્ય શાથી?” કેટલાક બિચારા દયાળુ અને કંઈક ઈવર કતૃત્વના ચિરસ્થસંસ્કારવાળા આત્માઓ હોય છે તે દયાભાવથી ગભરાઈ ઊઠે છે. તેમને થાય છે કે બિચારો અભવ્યનો આત્મા....! એ તે કદી મોક્ષે ન જાય. આવું ભગવાન શું કામ કરતા હશે? આ નિયમ ભગવાને શા માટે બનાવ્યું હશે ? ભગવાન પણ એ આત્માનું ભલું ન કરી શકે ?
આ બધા પ્રશ્નો ચેસ પ્રશ્ન કરનાર આત્માની દયામયતા બતાવે છે પણ દયા ગ્ય વિષયની હોય તે બરાબર. અયોગ્ય વિષયની દયા કરીને બીજા વિચારમાં ચાલી જવું તે ખોટું છે. ભગવાને કઈ આત્માને ભવ્ય બનાવ્યું નથી. અભવ્ય મોક્ષે ન જાય અને ભવ્ય જ જાય તેવો નિયમ પણ કોઈ તીર્થકર ભગવંતોએ બનાવ્યું નથી. વાસ્તવિક રીતે