________________
વિવેચન ]
[ ૪૭૫ વિચારતાં ભવ્ય-તંદુભવમોક્ષગામી આત્માને પણ ભગવાન મેક્ષ આપી દેતા નથી. કેવળ ભગવાને પ્રરૂપેલ માગે તે આત્મા પુરૂષાર્થ કરે છે અને તેને વિશેષગ્યતા–તથાભવ્યત્વ તેવું હોવાથી તેને મોક્ષ મળે છે. આમ ભવ્ય આત્મા માટે પણ અપેક્ષાએ ભગવાન કશું જ કરતા નથી તે આત્માને અભવ્ય શા માટે કરે ?
સ્વભાવનું કેઈ કારણ નથી વળી કઈ વધારે સમજેલાને એમ થાય છે કે અભવ્યના આત્માએ બિચારાએ એ શું ગુન્હ કર્યો કે તે અભવ્ય થઈ ગયે?
આ પ્રશ્ન પણ અણસમજભર્યો છે. કોઈ પણ આત્માએ ભવ્ય બનવા માટે કોઈ પુરૂષાર્થ કર્યો હતે નથી ભવ્ય થવા માટે કોઈ સત્કાર્ય કરવાનું હોતું નથી. તેવી જ રીતે અભવ્ય થવા માટે કેઈ અપકાર્ય ખરાબ કાર્ય જવાબદાર હેતું નથી તે તે આત્માને એક વિશિષ્ટ સ્વભાવ જ છે. બધા જ દર્શનકારો અને તાર્કિકે એટલું તે માને જ છે કે સ્વભાવમાં પ્રશ્ન હોય જ નહીં. જેમ કોઈ આગથી બળી જાય ત્યારે કોણ બળી ગયું? કેવી રીતે બળી ગયું? કયાં બળી ગયું ? શાનાથી બળી ગયું? આ બધા પ્રશ્નો પૂછી શકાય અને તેના જવાબ પણ મળી શકે. પણ કોઈ એમ પૂછે કે આગથી માણસ બળી કેમ ગયા ? બરફથી કેમ ન બ ? આગ શા માટે બાળે છે? અને બરફ શા માટે ઠારે છે? એવા પ્રશ્નને જવાબ એક જ છે કે આગને બાળવાને સ્વભાવ છે અને બર્ફને ઠારવાનો સ્વભાવ છે. હવે તમે પૂછે કે તેને એ સ્વભાવ કેમ? તો એને કઈ