________________
૪૮૦ ]
[ શ્રી સિદ્ધપદ
અહી આપણે મુખ્ય વિષયરૂપે એ જ વિચારતા હતા કે સિદ્ધના આત્માના ગુણે! ભવ્ય આત્માઓએ મેળવેલા છે, અભવ્યેા કદી મેળવી શકે નહિ. અભવ્યના આત્માએ જૈનશાસનની લગભગ તમામ બાહ્ય ક્રિયાઓ મેળવી શકે છે, અતિ દુષ્કર ચારિત્રની પાલના પણ કરી શકે છે. દ્વાદશાંગીમાંથી ૧૧ અંગ તા મેળવી શકે પણ ચૌદ પૂરૂપ ખારમાં અંગના નવ પૂર્વ સુધીને અભ્યાસ પણ મેળવી શકે. અતિ કઠેર સંયમથી મેળવી શકાય તેવા દેવલેાકરૂપ નવમા ત્રૈવેયકમાં પણ જઇ શકે છે. જયાં રહેલા દેવાના જીવનની સ્વભાવિક એવી વિરાગમય વૃત્તિ હોય છે કે તેમને કામવાસના મનથી પણ હાતી નથી. બહારથી પાળેલા રૂડા સંયમના પ્રભાવે એવા અભવ્યના આત્મા એટલી ઊંચી સ્થિતિ પામે છે કે બાવીશ–આવીશ સાગરોપમ સુધી મનના વિકારથી દૂર....અને છતાં ય તે પહેલા ગુણુસ્થાનકે....કદી મેાક્ષમાં નહીં જનારા.
હવે તે તમે સમજી ગયા છે એટલે કહેશે કે અત્યારે માક્ષને નહીં ઈચ્છનારા અભવ્ય છે એમ નહિ પણ કદી મેાક્ષમાં નહી' માનનારા કદી મોક્ષને નહી' ઈચ્છનારા જે જે હાય તે જ અભવ્ય કહેવાય.
તીર્થંકર કરતાં પણ વધુ આત્માને માક્ષે પહોંચાડનાર અભવ્યના આત્મા
તમને થાય કે આવું સુંદર ચારિત્ર પાળે છતાં ય મોક્ષમાં ન માને ? મોક્ષની શ્રદ્ધા ન કરે? પણ શાસ્ત્રકાર તા આનાથી ય વધારે કહે છે આવા આત્માએ અનેકને મેક્ષમાં પહોંચાડનાર હાય છે. અનેક આત્માને મેક્ષમાં