________________
વિવેચન ]
[ ૪૭૩ છું કે નહીં, તે સંદેહ થાય છે કે નહીં? મોક્ષે જવાની ઈચ્છા થાય છે કે નહી?
પ્રશ્ન જ નહીં દિલમાં મુંઝવણ પણ ઘણી વખત થાય છે કે હવે આ જન્મ-મરણમાંથી મુક્તિ ક્યારે થાય? મોક્ષ ક્યારે થાય?
બસ ત્યારે તમે પણ ભવ્યનો જ આત્મા છે. હવે સભામાંના બીજાને પૂછે તેમને પોતે ભવ્ય છે કે અભવ્ય અર્થાત “મોક્ષમાં જવાને લાયક છે કે નહીં તેવો પ્રશ્ન થાય છે કે નહીં? મોક્ષમાં જવાની ઈચ્છા થાય છે કે નહીં ? તમને પણ આ પ્રશ્ન અને મોક્ષની ઈચ્છા થાય તે તે પણ મોક્ષે જવાના જ.
પણ....અહીં થોડું સમજી લેવાની જરૂર છે. અત્યારે કઈ એવા નાસ્તિક મતવાદના પ્રભાવમાં આવીને કે બીજા કોઈ કારણથી કેઈ આત્મા એમ કહેતા હોય કે મોક્ષ તે ગપ્પા છે. તમારા મેક્ષની અમારે જરૂર જ નથી. મોક્ષ હોય તે પણ મારે જેતે નથી.તે આવું બેલનાર આત્માને આપણે અભવ્ય આત્મા કહી શકીએ કે નહીં ? - અધકચરું સાંભળ્યું હોય, વ્યાખ્યાન સાંભળીને પૂરે વિચાર ન કર્યો હોય તે ઝટ દઈને કહી દે. જેને મોક્ષની ઈચ્છા ન થાય-હું ભવ્ય છું કે અભવ્ય એ પ્રશ્ન ન થાય તે ભવ્ય શાને ? પણ જરા સબૂર કરેથોભી જાવ શ સકારોએ એમ નથી કહ્યું કે જેને અત્યારે મોક્ષની ઈચ્છા નથી તે અભવ્ય છે, જેને હું ભવ્ય છું કે અભવ્ય એ પ્રશ્ન નથી થતું તે અભવ્ય છે. ખરી વાત એ છે કે જે ભવ્ય હોય તેને તે આ પ્રશ્ન થાય જ પણ જેને આ પ્રશ્ન નથી થતું, હમણ મેક્ષની ઈચ્છા નથી,