________________
વિવેચન ]
[ ૪૫૭ વિવિધતાને રજૂ કરે છે. આ પાંચથી વધારે પરમેષ્ઠિઓ છે નહીં. જે પરમેષ્ઠિ છે તે આ પાંચ પદથી બહાર નથી એ નકકી જ છે એટલે પરમેષ્ઠિ પદોની તમામ વિવિધતા અહીં આવી ગયેલ છે. -
• આ તે શાસ્ત્ર છે જેટલો વિચાર કરીએ તેટલું પ્રાપ્ત થાય. શાસ્ત્રકારોએ “ઇકકલ્સ સુરક્સ અખંત અર્થે’ એક સૂત્રને અનંત અર્થ છે તેમ કહ્યું છે. અનંત અર્થને અનુભવ તે મારી કે તમારી બુદ્ધિ નહીં કરી શકે પણ અમે જ્યારે જ્યારે શાસ્ત્ર વાંચીએ ત્યારે ત્યારે કંઈ નવું ને નવું જ રહસ્ય પ્રાપ્ત થાય છે. આમ રહસ્યો પ્રાપ્ત કરતાં જઈએ તે જ શાસ્ત્રનું ઊંડાણ સમજાય અને શ્રદ્ધાનું ઊંડાણ વધે.
અહીં તે આપણે પાંચે ય પદના ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબે અર્થો કર્યા છે તેની વિચારણું કરવા પ્રયત્ન કરીએ છીએ.
નમો સિદ્ધાણં' ના પાંચ અને અત્યાર સુધી આપણે વિચાર્યા હવે છઠ્ઠો અર્થ છે... ..
“ ભૌઃ ઉપલબ્ધગુણસંદેહત્વાત.” સિધ્ધા–પ્રખ્યાતાઃ “ભૌઃ ઉપલબ્ધગુણસંદેહત્વાન્ આ અર્થ પણ રૂઢ અર્થ છે. ટીકાકાર મહર્ષિ કહે છે. “સિદ્ધઃ” એટલે “પ્રખ્યાત. તમે પણ વ્યવહારમાં આ શબ્દ વાપરે છે, પ્રખ્યાત–મશહુર–પ્રસિદ્ધ નામી આ બધા પર્યાયે છે “
સિધ્ધને પ્રખ્યાત અને પ્રસિધ્ધ અર્થ બતાવીને ટીકાકાર મહર્ષિએ આપણું સુંદર લક્ષ્ય દેર્યું છે.