________________
૪૫૮ ]
[ શ્રી સિદ્ધપદ જ્યાં સુધી સિધ થવાય નહીં ત્યાં સુધી પ્રસિધ્ધ પણ થવાય નહીં. આપણે એવા મૂઢ છીએ કે સિદ્ધ અને પ્રસિધ્ધના અર્થોમાં બહુ ફરક કરી નાંખ્યા છે. આપણું જીવનની સાધનાનું લક્ષ્ય સિદ્ધિ મેળવવા કરતાં પ્રસિદ્ધિ મેળવવા તરફ વધારે છે. ટીકાકાર મહર્ષિ કહે છે કે રિધ્ધ હોય તે જ પ્રસિધ્ધ થાય. “સિધ્ધ” શબ્દનો અર્થ પ્રસિધ્ધ છેપ્રખ્યાત છે.
આપણુ ગંગા ઉલટી છે. આપણું જીવનનું ધ્યેય જેટલું પ્રસિધિ તરફ છે એટલું સિદ્ધિ તરફ નથી. સિદ્ધિ મેળવ્યો વિના પ્રસિધ્ધિ મેળવવા વલખાં મારીએ છીએ. પણ શબ્દ ખુદ જ કહે છે, “સિધ્ધિ” શબ્દને “પ્ર’ લાગે ત્યારે “પ્રસિધ્ધિ” શબ્દ બને. “પ્ર”અર્થ છે “પ્રકૃષ્ટ’ પ્રબેલ. જ્યાં સુધી સિદ્ધિ પ્રવૃષ્ટ-પ્રબળ બને નહીં ત્યાં સુધી પ્રસિદ્ધિ થાય કેવી રીતે? સિદ્ધ સ્વયં જ પ્રકૃષ્ટ બને છે. પ્રબળ બને છે ત્યારે પ્રસિધ્ધ અને ખ્યાતિ રૂપ થાય છે.
ફૂલ કળીરૂપે હોય, પૂર્ણ ખીલ્યું ન હોય ત્યાં સુધી એને કંઇ જાણતું નથી હોતું. પણ જેવું પૂર્ણ ખીલે અને સુગંધથી મહેંકી ઊઠે કે તરત જ વહેતે પવન ચારેય દિશામાં તેની સુગંધ ફેલાવી દે છે. જયંતિ શ્રાવિકાની કેવી પ્રસિદ્ધિ હતી ! રાજગૃહીથી વૈશાલી જતાં-આવતાં સાધુઓની તેજ શય્યાતરીભગવતીજી જેવા અંગસૂત્રમાં પણ તે શ્રાવિકાનું નામ પ્રસિધ્ધ થયું. સુલતાની પાસે તીવ્ર શ્રધ્ધા હતી તે અંબડ દ્વારા પરમાત્માને “ધર્મલાભ–સુખશાતાપૃચ્છા'ના કથન દ્વારા તે પ્રસિધ્ધ બની. ખરેખર પ્રસિધ્ધિ જ્યારે લક્ષ્ય બને છે ત્યારે મેટે ભાગે તે પ્રાપ્ત થતી જ નથી. કદાચિત પૂર્વપુણ્યના ઉદયે પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તે ય તે તે