________________
વિવેચન ]
[ ૪૬૩ પિતાની ખોટી પ્રસિદ્ધિના પરિણામે પેદા થયેલ રૌદ્રધ્યાનથી સીધો સાતમી નરકનો મહેમાન બન્ય. આનાથી એક વધુ વાત એ પણ સમજાય છે કે એમને એમ –સત્યવાદિતાની પ્રસિધિ ઊભી કર્યા વિના અસત્ય બોલવું તે તે પાપ જ છે, પણ સત્યવાદિતાની પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ અસત્ય બોલવું તે તે એકલાખગણું વધારે પાપકારક છે. માટે જ સિધિ વિનાની પ્રસિધિથી દૂર રહેવાની જરૂર છે.
દુન્યવી બધી સિધ્ધિમાં તે હજીય કદાચિત્ ખોટી પ્રસિદિધ પુણ્યદયે ચાલી જાય પણ કર્મના ક્ષયથી પ્રાપ્ત થતી સિધિમાં ગોટાળે હાય નહીં. સિધ્ધ થયા વિના પ્રસિદ્ધ થવાતું નથી.
પૂ. ટીકાકાર અભયદેવસૂરીશ્વરજી મહારાજા સિધ્ધના આત્માઓ પ્રખ્યાત છે–પ્રસિદ્ધ છે. તે માટે સુંદર હેતુ આપે છે. “ભૌઃ ઉપલબ્ધગુણસંદેહત્વાન્ ” અર્થાત્ સિધ્ધ એટલા માટે પ્રખ્યાત છે કે ભવ્યાત્માઓ વડે તેમના ગુણોને સંદેહ પ્રાપ્ત કરી છે તે તેમના આ હેતુરૂપ કથનને ભાવાર્થ સમજવા જેવું છે. (૧) ભવ્યે વડે તેમના (સિદ્ધોના) ગુણ સંદેહ પ્રાપ્ત કરી
શકાય પણ અભવ્ય વડે કેમ નહીં ? ભવ્ય વડે સિદ્ધના આત્માને “ગુણે પ્રાપ્ત થાય છે તેમ કેમ ન કહ્યું અને ગુણ પ્રાપ્ત થાય છે એમ કેમ ન કહ્યું પણ “ગુણના સંદેહ” એમ શા માટે કહ્યું? આ બે મુદ્દા વિચારવા જેવા છે.