________________
[ શ્રી સિદ્ધપદ સંપૂર્ણ નાશ થઈ જાય છે ત્યાંથી આગળ ઈચ્છાનો ઉદય હાય નહીં. આથી પહેલાં અકામ ઈચ્છા રહિત બનવાનું ને પછી મેક્ષ. એટલે સમજી લે કે મોક્ષની સાધના માટે સકામ દશા–મેલન માટેની તીવ્ર ઈચ્છા જરૂરી છે, પણ મોક્ષ તે અકામ દશાને અનુભવ્યા પછી જ મળે. પણ નિરાની માફક સકામ નિરા અને અકામ નિર્જરા જેવા ભેદે મેક્ષ માટે પાડી ન શકાય અને તેથી અભવ્ય તે શું પણ ભવ્યના આત્મામાં પણ જ્યાં સુધી મોક્ષની ઇચ્છા પ્રગટે નહીં ત્યાં સુધી તેના માટે મોક્ષની વાત થાય નહીં પણ માત્ર એક જ વખત મોક્ષની ઈચ્છા પેદા થઈ જાય પછી તેને સંસાર કાળ કેટલે તે અવશ્ય નક્કી કરી શકાય.
શાસ્ત્રમાં બતાવ્યું છે કે જેને મેક્ષની ઇચ્છા થઈ છે તેને હવે આ સંસારમાં એક પુદ્ગલ પરાવર્તનથી વધારે કાળ ભમવાનું નથી. જો કે એક પુદ્ગલ પરાવર્તન કાળ કોઈ નાનો સૂને નથી પણ અનંત પુદ્ગલ પરાવર્તનની પાસે તે અતિસૂક્ષ્મ જ સમજવો પડે.
વિચાર કરે કે મોક્ષની ઈચ્છામાં કેટલી પ્રબળતા હશે કે એક વખત થઈ એટલે આખા ય સંસારમાં ભ્રમણ કરવાની મર્યાદા નક્કી થઈ ગઈ. દુનિયાની કોઈ પણ ઈચ્છા કરતાં મહાન ઈચ્છા હોય તે મોક્ષની જ ઈચ્છા છે. કારણ આ ઈછા એવી છે કે તેના વિષયરૂપ મોક્ષ તેની ઈચ્છા કરનારને મળેમળ અને મળે જ. મેક્ષની ઇચ્છાવાળે ગમે તેટલું પાપ કરે
તે ય તેને મોક્ષ મળે? પ્રશ્નઃ– મેક્ષની એક વખત ઈચ્છા થયા બાદ આત્મા ગમે તેવા પાપ કરે તોય તેને એક દિવસ મેક્ષ થવાનો છે?