________________
૪૭૦ ]
[ શ્રી સિદ્ધપદ ઉત્કંઠા જે પ્રેમ છે તેટલી ઉત્કટ ઉત્કંઠા અને પ્રેમ મોક્ષ પ્રાપ્તિ માટે નથી એટલે જ આમ બને છે. માટે મોક્ષમાર્ગની આરાધનાને રોજ ને રેજ પ્રબળ જ બનાવવાની છે. માત્ર એટલે જ સંતોષ કેળવવાને છે કે...“હું ભવ્ય છું, મોક્ષની ઈચ્છા થાય છે માટે મારે પુરૂષાર્થ એળે નથી જવાને.” આ જ કારણે ટીકાકાર મહર્ષિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા કહે છે. “ભૌઃ ઉપલબ્ધગુણસંદેહત્યા-સિદ્ધાઃ” સિધ્ધો એટલા માટે જ પ્રખ્યાત છે કે તેમના ગુણોનો સંદેહ ભવ્ય આત્મા વડે પ્રાપ્ત કરાયું છે. તેથી જ તેવા–મેક્ષમાં ગયેલા આત્માઓ સિદ્ધ છે. અર્થાત્ પ્રખ્યાત છે. સિદ્ધિ તો પ્રાપ્તિથી થાય છે પણ પ્રસિદ્ધિ તો તેના વિનિયેગથી જ થાય. લક્ષ્મિની પ્રાપ્તિ એ સિદ્ધિ છે પણ દાન વિના પ્રસિદ્ધિ ન મળે. હા, પૈસા બહુ હોય અને દાન ન કરે તે કંજુસ તરીકેની પ્રસિદ્ધિ મળે, પણ એને વાસ્તવિક પ્રસિદ્ધિ નહીં અપપ્રસિદ્ધિ કહેવાય છે. ગમે તે રીતે લેકની વચમાં જાહેર થવું તે પ્રસિદ્ધિ નથી પણ બીજાઓ જેની યાદ કરતા ઝુકી પડે તેવી કિતિ નામના મેળવવી તેનું નામ પ્રસિદ્ધિ છે. બીજાઓ યાદ કરીને પિતાના જીવનમાં પ્રકાશ પાથરી શકે-દુઃખમાંથી દૂર થઈ શકે તેવી કીતિ હોય તેને જ પ્રસિદ્ધિ કહેવાય.
સિદ્ધ પરમાત્માએ પિતાના આલંબનથી અનેક જીવને સિદ્ધસ્વરૂપે બતાવ્યા છે. માટે જ સિદ્ધો સાચા પ્રખ્યાત છે આ જ વાતને ટીકાકાર મહર્ષિએ હેતુ દ્વારા સમજાવી છે. તેથી જ કુશળ ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વર મહારાજાની બલિહારી છે.