________________
નમો સિદ્ધાણં' પદને
છઠ્ઠો અથ
પંચમાંગમાં પંચપરમેષ્ઠિ નમસ્કારની મંગલમયતા
* નમો સિદ્ધાણં' પદનું ઉચ્ચારણ મહામંગલ મંત્રાધરાજની અંતર્ગત મંગલ કરતાં પૂ. સુધર્માસ્વામીજી મ. કરી રહ્યા છે. સુધર્માસ્વામીજી મ. પિોતે પણ મંગલરૂપ છે અને ભગવતીજી સૂત્ર સ્વયં મંગલસ્વરૂપ છે. છતાં ય નમસ્કાર મહામંત્રથી તેઓ ખુદ મંગલ કરી રહ્યા છે, તે ખૂબ જ સૂચક છે. શાસ્ત્રથી અવિરુદ્ધ ઘણી–ઘણુ યુક્તિઓથી ખુલાસા થઈ શકે છે. ગણધર ભગવંતે મંગલ હોવા છતાં ય મંગલ કેમ કરે છે? અને ભગવતીજી સૂત્ર પોતે જ મંગલ હોવા છતાં ય તેમાં મંગલની શી જરૂર છે? એ મુદ્દાઓ તે આપણે ખૂબ ચર્ચા છે. અહીં તે એ વિચારવાનું છે કે ભગવતીજીમાં થતું મંગલ એ પંચપરમેષ્ઠિરૂપ કેમ છે?
શું સુધર્માસ્વામીજી મ. ને આ પંચમાંગ છે એમ માત્ર નમસ્કાર દ્વારા જ સૂચવી દેવું છે ? આ પણ કે સુમેળ છે. બાર અંગમાં આ જ પાંચમું અંગ અને તેમાં જ પંચપરમેષ્ઠિ નમસ્કારાત્મક મંગલા આગળના ચાર અંગે માં પણ નથી; અને બાકીના અંગોમાં પણ નથી. એક માત્ર ભગવતીજી સૂત્રમાં જ ગણધર ભગવંત સુધર્માસ્વામીજી મ. આવું મહાન મંગલ કરી રહ્યા છે.