________________
વિવે ન ]
[૪૫૩ છોને કેવી રીતે ખુટાડે. કાળ જ બધાને જુનામાંથી નવા કરનાર–એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં ફેરવનાર છે. એટલે તે જ દ્રવ્યને જુના કરનાર છે–ચીજને ખુટાડનાર છે.
એટલે જ તમે પ્રશ્ન પૂછે છે કે, “એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ આત્મા મુક્ત થાય અને બે સિદ્ધોની વચ્ચે છ મહિનાથી વધારે તો અંતર પડે જ નહીં. તે અનંતકાળે પણ આત્મા કેમ ખૂટે નહીં ?” તમારા પ્રશ્નમાં આત્માને સંસારમાંથી લઈ જતે અને ખુટાડવામાં નિમિત્ત તરીકે તે કાળને જ લેખે છે ને ! પણ વિચારે કાળ જ જીવની સંખ્યાની આગળ કંગાળ થઈ જાય તેવા છે તો તે જીવોને ખુટાડે કેવી રીતે ?
જેમ સિદ્ધના સુખની વાત ખ્યાલમાં આવવી મુશ્કેલ હતી પણ એ વાત સમજાવતા તમને સમજાવ્યું હતું કે સંસારમાં કઈ સેમ્પલરૂપે પણ સિદ્ધના સુખ જેવું સુખ નથી કે જેને આગળ કરીને પૂછી શકાય કે, સિદ્ધમાં આના જેવું સુખ ખરૂં? તેમ આપણુ અલ્પજ્ઞાનીના તમામ અનુભવે કાળને લઈને જ થાય છે. તેથી કાળના પર્યાયને પણ પાર કરી જનાર જીવેની સંખ્યાનો ખ્યાલ આપણને આવો મુશ્કેલ છે. પણ કાળદ્રવ્યના ભૂતકાળ અને ભવિષ્યકાળના તમામ પર્યાયો કરતાં પણ જીવોની સંખ્યા વધારે છે તે હકીકત છે. આ હકીકત ખ્યાલમાં આવશે તો “જઈ આઈ હોઈ પુછા.......”વાળી ગાથાનો અર્થ સમજમાં આવ્યા વિના રહેશે નહીં. અને એ ગાથાનો અર્થ ખ્યાલમાં આવે તે બધા જીવો મોક્ષમાં જાય તો શું થાય તેવી ચિંતા કરવી ન પડે. નહીં તો કાલે સવારે તે પ્રશ્ન પણ થાય કે ભવિષ્યકાળ ખૂટી જાય તે શું થાય ? કોઈ વખત એવું