________________
- વિવેચન ]
( [ ૪૧૫ ન માને એટલે નાસ્તિકતા તો તેવી ને તેવી જ રહી. તેમ કહેવું પડે અથવા થોડી ઉદારતા કરવી હોય તો આને નિષ્ફળ કે નિરર્થક આસ્તિક કહી શકાય દેવલેક દિવ્ય સુખથી નિઃસ્પૃહતા અને માનવીય ભેગોથી વિરકતતા આ આર્ય દેશમાં અન્ય ધર્મોમાં પણે ઠેક ઠેકાણે મળે છે. આવા આત્માઓ તે શું કરે? આવા આત્માઓ તો યજ્ઞમાં પ્રવૃત્ત ન જ થાય ને ! | મીમાંસક દર્શનકારોએ જોયું કે માત્ર સ્વર્ગ કે દેવલેકની ભાવનાથી ધર્મમાં ઊંડી સમજ વિનાના હોય તે જ પ્રવૃત્ત થાય. જે ધર્મ, ધર્મપ્રવૃત્તિનું એક માત્ર જ ફળ પલકમાં સુખ અને આરામ મેળવવાનું પ્રતિપાદન કરે તેને તો નાસ્તિક પાસે ચૂપ થવું જ પડે. નારિતક તેવા મીમાંસકને પૂછે છે, “ધર્મ શા માટે કરે? ,, મીમાં સકે ને જવાબ આપવો પડશે કે, “દેવલેક માટે ” અને તે ધર્મ યજ્ઞ સિવાય બીજે નથી. “આના જવાબમાં નાસ્તિક કહી શકે છે. આ તમારો ધર્મ તે ધંધા જેવું છે. કે વ્યાજે મૂકેલી મૂડી જેવું છે. આજે ૧૦૦ રૂ. વ્યાજે મૂકો, ૧૨૦ વર્ષે તમને ૧૫૪૦ રૂ. મળે અને ૧૨૦૦ વર્ષ ૧૫૪૦૦રૂ. મળે અને બાર હજાર વર્ષે એક લાખ અને ચેપન હજાર રૂપિયા મળશે. પણ.....એટલા બધા વર્ષે તે જોઈએ ને ત્યારે તો એના કરતાં અત્યારે ૧૦૦રૂ. મળે છે તે શુ ખોટા છે! ' અર્થાત્ માત્ર સાંસારિક સુખની વૃદ્ધિ એ જ ધર્મનું ફળ હોય તો ધર્મ પણ એક ધંધો જ બની જાય છે. આવા માત્ર ધંધા જેવા ધર્મની કશી કિંમત નથી એટલે મીસાંસક દર્શનકારેએ આગળવાવા માંડ્યું અને છેવટે