________________
વિવેચન ]
[ ૪૨૯ જ્યારે સૂત્રેનું પાલન થાય ત્યારે તેના અર્થથી કે શબ્દથી ? એક શબ્દ શાસન કરે કેવી રીતે ? શાસન એટલે આજ્ઞાનું પાલન તો તે અર્થથી જ થાય માટે દ્વાદશાંગીના કર્તા પણ શાસનકર્તા તે ન જ કહેવાય.
વળી તમે વિચારે કે ભગવાનના ફરમાવેલ શાસન દ્વારા પણ ગણુધરે શાસન તો કરે જ છે ને ? અને મુનિએ પણ શાસન તે ચલાવે જ છે ને ? તે તેઓ કેમ શાસનકર્તા નહિ?
શાસક” તે એનું નામ કહેવાય કે જે સર્વોપરિ હોય. જેના કોઈ ઉપરિ હોય કે જે કોઈની આજ્ઞાનુસાર કાર્ય કરતા હોય તે શાસન કરનાર નહીં, પણ શાસન પાલન કરનાર કહેવાય. ગણધર ભગવંતે કે મુનિ ભગવંતો શાસનના પાલનાર, પાલન કરાવનાર, અનેક આત્માઓને શાસન પહોંચાડનાર, લાંબા કાળ સુધી ટકાવી પ્રભાવના કરનાર બને પણ શાસનકર્તા તે ન જ કહેવાય. શાસનકર્તા તે તીથ કરે જ છે.' - વળી સિદ્ધ થનાર દરેક આત્માઓ ઉપદેશ આપે જ તે એકાંતે પણ કયાં છે? અંતકૃત્ કેવલી એટલે કેવલજ્ઞાન પામે અને તરત જ આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે જાય તેઓ
ક્યાં ઉપદેશ દે છે? મરુદેવા માતા હાથી પર જ કેવલજ્ઞાન પામ્યા અને ત્યાં રહ્યા–રહ્યા જ મુક્ત થઈ ગયા. ઔદકજીના શિષ્ય ઘાણીમાં પીલાતા જ હતા ત્યાં કેવલજ્ઞાન પેદા થયું અને આયુષ્યને ક્ષય કરી મોક્ષે ગયા. એટલે સિદ્ધ થનારા બધા જ આત્માઓ ઉપદેશ આપે જ તેવો નિયમ છે જ નહિ.
એવું નહિ વિચારતા કે એ તે આયુષ્ય ઓછું હતું