________________
વિવેચન.
T૪૩૯૯ નામ કર્મના ક્ષય દ્વારા, ગોત્ર કર્મના ક્ષય દ્વારા; કે અંતરાય કમના ક્ષય દ્વારા ?
શાસ્ત્રમાં તે જણાવ્યું છે કે જ્ઞાનાવરણયના ક્ષય દ્વારા કેવલજ્ઞાન પેદા થાય. દર્શનાવરણીયના ક્ષય દ્વારા કેવલદર્શન પેદા થાય થાય. વેદનીયકર્મના ક્ષય દ્વારા અવ્યાબાધ સુખ સિદ્ધોને પેદા થાય નામ કર્મના ક્ષય દ્વારા અરૂપીપણું પેદા થાય. ગોત્રકર્મના ક્ષય દ્વારા અગુરુલઘુપણું પ્રાપ્ત થાય. અંતરાયકર્મના ક્ષય દ્વારા અનંત દાનાદ્રિલબ્ધિ પેદા થાય. ત્યારે વિચાર થાય છે કે સિદ્ધત્વરૂપ પર્યાય આત્માને કેવી રીતે પ્રાપ્ત થયે?
શાસ્ત્ર ઘણું છે એક જ શાસ્ત્ર વાંચવાથી પાર ન આવે. મહાપુરૂષે ફરમાવે છે કે આચાર્યોમાં ગીતાર્થતા માત્ર ન ચાલે. તેનામાં બહુશ્રુતતા પણ હેવી જોઈએ. અનેક શાસ્ત્રનું અવગાહન કરવું જરૂરી છે. કેટલીયવાર આપણને મુખ્ય શાસ્ત્રો વાંચવાથી જે ચીજ પ્રાપ્ત થતી નથી-સમજાતી નથી તે પ્રકરણ ગ્રંથ વાંચવાથી પણ પ્રાપ્ત થાય છે અને હજારો પ્રકરણ ગ્રંથ વાંચવાથી જે નથી મળતું તે આકર ગ્રંથ મહાન ગ્રંથ વાંચવાથી પ્રાપ્ત થાય છે. વિશેષ આવશ્યક ભાષ્યકતત્ત્વાર્થની સિદ્ધસેનીયા ટીકા, સ્યાદવાદ રત્નાકર વગેરે આકરગ્રંથો કહેવાય. આકર અટલે ખાણ, ખાણમાંથી ખોદતાં આવડે તો ખેદી શકાય નહીં તે આળસુ અને એદી જાતને ખાણ હોવા છતાં ય કંઈ પ્રાપ્તિ ન થાય.
તત્વાર્થ સૂત્રની ટીકામાં કહ્યું છે કે સિદ્ધત્વરૂપ પર્યાય આઠેય કર્મના ક્ષયથી પેદા થાય છે. એટલે એક રીતે કહીએ તો કેવલજ્ઞાન-કેવલદર્શન રૂ૫ ગુણો માટે તે એક એક કઈ કર્મનો ક્ષય નિમિત્તરૂપ પડે છે. જ્યારે સિધત્વરૂપ પર્યાય એક જ છે. પણ તેમાં આઠેય કર્મનો ક્ષય નિમિત્ત છે !