________________
વિવેચન ]
[ ૪૪૯ બની ગયા છે અને મુકતાત્માને કયારેય જન્મ લે ન પડે તેવું સમર્થન કરે છે. પણ મહાપ્રલય થાય ત્યારે શું થાય ? અને મહાપ્રલય થયા બાદ સૃષ્ટિ કેવી રીતે પેદા થાય. આના જવાબમાં તે દશનામાં હજી કોઈ સ્પષ્ટતા દેખાતી નથી.
વૈદિક દર્શનેમાં જેઓ ઈશ્વરને સૃષ્ટિના કર્તા તરીકે માને છે તે બધાને પ્રલય અને મહાપ્રલય માનવા પડે છે. પ્રલયના કાળમાં તે બધા પેદા થનારા દ્રવ્યોનો જ નાશ માને છે પણ મહાપ્રલયમાં તે દ્રવ્ય-ગુણ-કયા જે જે ભાવરૂપ કાર્યો છે તે બધાને નાશ માને છે. એટલે પ્રશ્ન એ થાય છે કે કોઈ આત્મા કર્મ (અષ્ટ) નો નાશ ન કરે–મોક્ષ માટે પ્રયત્ન ન કરે તો વાંધો નથી. કારણ કે
જ્યારે પ્રલયકાળ આવવાનો છે ત્યારે સ્વભાવિક રીતે જ બધા ભાવ કાર્યોનો નાશ થતાં કર્મને–અદષ્ટને પણ નાશ થઈ જશે. કારણ કે અદૃષ્ટ (કર્મ) પણ ન્યાયની દૃષ્ટિએ પેદા થનાર ગુણ હોવાથી ભાવરૂપ પદાર્થ છે.
આ જ કારણે નિષ્પક્ષપાત દૃષ્ટિથી જોનારાને પરમાત્માનું શાસન જ એક સંપૂર્ણ અને સર્વોત્કૃષ્ટ લાગે છે.
વૈદિક દર્શનકારએ મહાપ્રલયકાળમાં પ્રયત્ન વિના પણ મુક્તિ થઈ જાય એવી આપત્તિને ટાળવા માટે સુંદર દલીલે આપેલી હોય તેવું ધ્યાનમાં નથી. ખરેખર તો આ પ્રલય, મહાપ્રલય અને સર્જન આ બધું ઇશ્વરકતૃત્વવાદના પરિણામે જ સર્જાયું છે. જ્યાં મૂળવાદ જ ખોટો છે ત્યાં આવા આવા હજારે બેટા મંતવ્યો જીવતા રહેવાના જ !
એ દયાનંદજી-વૈદિક દર્શનકારે કે ખ્રીસ્તી અને મુસલમાનની વાત કયાં કરીએ. તમને ખુદને પણ એ જ