________________
૪૪૮]
[ શ્રી સિદ્ધપદ કાળ ન હતો કે જ્યારે સિદ્ધો ન હતા. અને અનંત ભવિધ્યકાળ વ્યતીત થશે પછી પણ એવું નહીં બને કે સિદ્ધો નહીં હોય. અર્થાત્ બધાં જ આત્માઓ સિદ્ધ થઈ જવાથી કોઈ આત્માને સિદ્ધ થવાનું બાકી જ નહીં રહ્યું હોય તેવું અનંત ભવિષ્યકાળ પૂરો થયા બાદ પણ બનવાનું નથી.
મોક્ષે જાય વ્ય જ હોય પણ ' ભવ્ય મોક્ષે જાય જ એમ નહીં.
પ્રશ્નઃ—જે ભવ્ય હોય તે તે મોક્ષે જાય જ અને આત્માઓ નવા તે પેદા થતા નથી. આ તરફ ભવિષ્યકાળ પણ અનંત છે. તે એક વખત તે એ ચેકસ આવે જ ને કે બધા ભવ્ય આત્માઓ મેક્ષમાં જાય અને પછી કોઈને સિદ્ધ થવાનું બાકી ન રહે ?
ઉત્તર–આગળની વિવેચનાઓ બરાબર ધ્યાનમાં રહી લાગતી નથી. આર્યસમાજના સૂત્રધાર દયાનંદજી પણ આવી ચિંતામાં પડી ગયા હતા. અને તેથી તેમને પણ એમ માનવું પડયું હતું કે આત્મા મેક્ષમાં ગયા પછી પાછો આવે. વર્તમાન દુનિયામાં વ્યાપક રીતે ફેલાયેલા મુસ્લિમ અને ખ્રીસ્તી ધર્મની પણ આવી જ માન્યતાઓ છે. તેઓ માને છે કે અહીંથી મરીને બધા ભગવાનના દરબારમાં ભેગા થાય છે કયામતનો દિવસ કે ડે ઓફ જજમેન્ટ) ન્યાયનો દિવસ આવે ત્યાં સુધી તે આત્માઓ લટકતા રહેશે. તે દિવસે બધાનો ફેંસલે થશે અને સારા કર્મ કરનાર સ્વર્ગમાં અને ખરાબ કર્મો કરનાર નરકમાં જશે. વળી પાછી આવી સૃષ્ટિ શરૂ થશે. અને આ રીતે માનતા હોવાથી જ તેઓ પુનર્જન્મમાં માનતા નથી. કારણે તેમના મતે આ સૃષ્ટિનો જન્મ અને આત્માને પુનર્જન્મ સાથે જ થાય છે. જો કે વૈદિક દર્શનમાં ઘણું દશનકારે તર્કની દૃષ્ટિએ પ્રઢી