________________
વિવેચન ]
|. ૪૭ શકીએ છીએ પણ તત્ત્વ વિચારવા માટે દલીલે જોઈએ–તકે જોઈએ પણ કુતર્ક નહીં. તાત્ત્વિક બાબતો પર કુતર્કો કરનારા કેટલાક વાદીના મતવાદો તે આપણે જોયા. અને વ્યવહારિક વિષયમાં એક કુતર્ક કરનાર ભણેલા ગણેલા વકીલનું દૃષ્ટાંત આગળ વિચારી ગયા છીએ.
તક જે સ્થાને-જે વ્યક્તિ માટે-જે પરિસ્થિતિ માટે થતા હોય તે રીતે-તે વ્યકિત માટે અને તે પરિસ્થિતિ માટે થાય તે સુતર્ક, નહીં તે કુતક.
જિનેશ્વર ભગવંતનું શાસન બધાં જ વ્યવહારિક અને તાકિક કુતર્કોની જાળને તોડીને પરમપદની પ્રાપ્તિ કરવા માટે છે. પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કરેલે અર્થ સુતર્કથી વિચારીએ તે કેટલે મહાન લાગે છે.
બીજી રીતે અર્થ વિચાર આ જ અર્થને આપણે એક રીતે વિચાર્યું છે પણ તેને બીજી રીતે પણ વિચારી શકાય છે. પહેલાં આપણે અપર્યવસાન સ્થિતિવાળા સિદ્ધત્વપર્યાયના માલિક હોવાથી સિદ્ધો નિત્ય છે તે અર્થ કર્યો. હવે નિત્યને અર્થ બિચારીએ કે, જે ભૂતકાળમાં હાયભવિષ્યમાં પણ હશે અને વર્તમાનમાં છે તે નિત્ય અર્થાત્ ત્રણે કાળમાં જે હોય તે નિત્ય. આ રીતે વિચારતાં જે અનંત ભૂતકાળમાં પણ હતા, અત્યારે પણ છે અને અનંત ભવિષ્યકાળમાં પણ રહેશે તેવા નિત્ય સિદ્ધો પણ છે. અન ત ઉત્સર્પિણ–અવસર્પિણ પહેલાં પણ એ કઈ