________________
[૪૪૩
વિવેચન માની આપણે સ્યાદવાદપૂર્વક કહેવાનું તમારી બંનેની વાત સાચી અને બંનેની વાત ખોટી, નિશ્ચયનય કહે સિધ્ધ જ સિદ્ધ થાય ત્યાં સુધી સાચો પણ તે અર્થ એ હવે જોઈએ કે જેનામાં સિધ્ધત્વપર્યાય હોય તે આત્મા જ સિધ થાય એટલું જ કહે તે નિશ્ચયનય સાચે. પણ કહે કે આમાં આઠ કર્મથી મુકત છે અને તેને સિધ્ધનો પર્યાય પેદા કરવા માટે કશું કરવાનું નથી તો તે નિશ્ચયનય ખોટો. આ જ ખોટા નિશ્ચયનય પર તે સાંખ્યદર્શન અને અતિ દર્શન–વેદાંતદર્શન રચાયું છે. સાંખ્યદર્શન તો કહે છે કે આત્મા તે નિલેપ છે અને બંધ કે મોક્ષ તો પ્રકૃતિનો (કર્મનો) છે! વેદાંત બધું મિથ્યા માને છે. એક જ બ્રહ્મ છે. તેમ કહે છે એટલે તેના મતે બ્રહ્મરૂપ આત્મા કર્મથી એકાંત મુકત જ છે. અને આ સિધ્ધિ આત્મા જ સિધ્ધ થાય છે. આવી માન્યતા ખોટી છે.
તેવી જ રીતે વ્યવહાર નય કહે “અસિધ્ધજ સિધ્ધ થાય છે માટે આત્મામાં તે સિધ્ધત્વરૂપ પર્યાય હતો નહિ. પણ કર્મક્ષય થવાથી નવેજ પેદા થયે છે તો તે વ્યવહારનય ખોટો. સંક્ષેપમાં કહેવું હોય તે કહેવાય કે શક્તિની દૃષ્ટિએ આત્મામાં જે સિધ્ધ હતું તે જ તે પર્યાય વ્યક્ત થતાં સિધ્ધ થાય માટે સિધ્ધત્વ પર્યાયવાળે આત્મા જ સિદ્ધ થાય તે કહેવું સાચું છે. અને વ્યવહારનયની અપેક્ષાએ વ્યકિત એટલે પ્રગટીકરણ–સિધ્ધત્વ પર્યાયનું ન હતું માટે તે આત્મા અસિદ્ધ હતો અને પ્રગટિત થયું માટે તે સિદ્ધ થયે. એટલે અસિધ્ધ સિધ્ધ થાય છે તે વાત સાચી પણ સિદ્ધત્વપર્યાય પ્રગટ હતો અને તેજ રીતે સિધ્ધત્વપર્યાય પ્રગટ થયે એવું કથન