________________
૪૩૮]
શ્રી સિધપદ એ હેતુ મૂકે છે. જે સિદ્ધના આત્માનું જ નિત્યત્વ સિદ્ધ કરવું હેત તે અમૂર્ત વાતું કે આ બીજે કઈ પણ હેતુ આપી શકત! પણ તે કઈ હેતુ ન આપતાં “અપર્યવસાનસ્થિતિકાતું હેતુ આપ્યું છે તે ખૂબ જ ઈરાદાપૂર્વક આપેલ છે. તેઓ સિદ્ધત્વરૂપ સાદિ-અપર્યવસાન પર્યાયને નિત્ય સિદ્ધ કરીને તે દ્વારા સિધ્ધના આત્માને નિત્ય કહેવા માંગે છે. કારણ આપણે ત્યાં અભેદનયના મતે દ્રવ્ય અને પર્યાયનો અભેદ છે.
સિદ્ધત્વપર્યાનું નિમિત્ત કારણ શું ?
અહીં એક વાત વિચારવાની છે. સિદ્ધત્વરૂપ પર્યાયની આદિ છે. આદિ એટલે શરૂઆત-ઉત્પત્તિ. જેની ઉત્પત્તિ હેય તેના ઓછામાં ઓછા બે કારણે હવા જ જોઈએ. (૧) ઉપાદાન કારણ. (૨) નિમિત્ત કારણ સિદ્ધત્વરૂપ પર્યાયપણે આત્મા જ પરિણમે છે. માટે તે સિદધત્વરૂપ પર્યાય માટે ઉપાદાન કારણ તે આત્મા જ છે. જેમ માટીમાંથી ઘડો બને છે ત્યારે માટી જ ઘડારૂપે પરિણમે છે. માટે તેજ પરિણામી કારણ છે. પણ ઘડે બનાવવા માટે માટીરૂપ પારિણમિક કારણ ઉપરાંત દંડ, કુંભાર આદિનિમિત્ત કારણની પણ જરૂર પડે છે તે આત્માના સિધત્વરૂપ પર્યાયની ઉત્પત્તિ માટે નિમિત્તા કારણ કેણ? તમે કહેશે કમને ક્ષય તેમાં નિમિત છે પણ ક્યા કર્મના ક્ષયથી સિદ્ધત્વરૂપ પર્યાય પ્રાપ્ત થયેલ છે? શું કાનાવરણીયના ક્ષય દ્વારા, દર્શનાવરણય કર્મના ક્ષય દ્વારા, વેદનીય કર્મના ક્ષય દ્વારા, મેહનીય કર્મના ક્ષય દ્વારા આયુષ્ય કર્મના ક્ષય દ્વારા,