________________
વિવેચન ]
[૪ર૭ પ્ર–તે પછી સિદ્ધોને ઉપકાર છે? સિદ્ધ બની ગયાને ફાયદે છે ?
જવાબ –તેમને ઉપકાર તે વર્ણવી ન શકાય તે છે. ઉપદેશ આપવા કરતાં પણ અપેક્ષાએ જે માટે ઉપદેશ અપાય છે તેવા બનવું તે જ વધારે મહત્વપૂર્ણ નથી ? તીર્થકર ભગવંતનો ઉપદેશ પણ મેક્ષ માટે જ છે ને ? મોક્ષાવસ્થાને પ્રાપ્ત કરવી તે જ ઉપદેશની સાર્થકતા છે. એટલે કહો કે તીર્થકરે તે (તીર્થકર અવસ્થામાં) માત્ર મેક્ષનો ઉપદેશ આપનારા છે મેક્ષમય નથી જ્યારે સિદ્ધો તે મોક્ષ સ્વરૂપ જ છે. આથી તેઓ ઉપકારી તે ખરા જ. તેમના ઉપકારની વધુ વિચારણુ આગળ પણ થશે. અહીં તે એટલું જાણી લે કે સિદ્ધો ભલે ઉપદેશદાતા નથી પણ ઉપદેશદાતાના અને ઉપદેશદાનના સાચા આધાર છે. કેઈ પણ માલની ઉપગિતા-અનિવાર્યતા બતાવનાર કરતાં તેના ખરીદનારની જ મહત્તા છે કારણ તે જ ઉપદેશનું ફલ છે. ઉપદેશદાતા તે તીર્થકર બની શકે પણ ઉપદેશ તે સિદ્ધોના નિમિત્તે જ ગ્રહણ થાય. એટલે તેમની ઉપકારતા તો છે જ તેથી સિદ્ધ થવાને માટે ફાયદો છે જ ઉપદેશની સંપૂર્ણ સાર્થકતા... પરંતુ ભવ્યાત્માઓને ઉપદેશદાન દ્વારા શાસન પમાડવાનું કાર્ય તે તીર્થકરે જ કરી શકે. આથી જ અભયકુમાર જેવા બુદ્ધિનિધાન શાસ્ત્ર નિષ્ણાત ટીકાકાર પૂ. અભયદેવસૂરિ મ. વર્તમાનકાલપરક અર્થ ન કરતાં ભૂતકાલપરક અર્થ કરે છે. શાસન કરનાર થયા હતા તે સિદ્ધો.
આપણે સમજવું જ પડે છે કે આ અર્થ સમસ્ત સિદ્ધોમાં લાગુ પડતું નથી પણ જે આત્માઓ તીકર