________________
૪૨૬ ]
[ શ્રી સિદ્ધપદ્મ
શાસ્ત્ર
આ દુન્યવી કે ભૌતિક સામગ્રી માટેનુ શાસન નહી. અહિતથી છેડાવે અને હિતની સાથે જોડાવે તેવી જે આજ્ઞા કે ઉપદેશ તે જ શાસન. એટલે જ શાસન. અને શાસ્ત્રકારે શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ કરતાં જણાવે છે કે....... “ શાસનાત્ ત્રાણ શકતેશ્ર, બુધૈ: શાસ્ત્ર' નિરુચ્યતે.......” શાસ્ત્ર પાસે એ ચીજ અવશ્ય હાય. શાસન એટલે કેવી રીતે વર્તવુ' તે અને ત્રાણુ એટલે કેવી રીતે રક્ષણ થાય તે. અર્થાત્ શાસ્ત્ર માત્ર આજ્ઞા કરીને હટી જનાર નથી પણ દુર્ગતિમાંથી બચાવનાર છે. દુર્ગતિ માત્ર તિય ચ અને નરક જ શું કામ સમજવી ? ખરેખર દુષ્કૃત તા કષાય અને વિષયની આધીનતા જ છે અને સદાકાળ માટે આપણે વિષય કાયરૂપ દુગતિમાંથી બચવા જ બધા પ્રયત્ન કરીએ છીએ. શાસ્ર વાસ્તવિક શાસ્ર આવી દુર્ગાતિમાંથી બચાવે તેને જ કહેવાય.
આમ શાસનનું ફલ શું એ તેા સમજ્યા પણ શાસન એટલે શાસ્રના ઉપદેશ. ઉપદેશના વિષય ગમે તેવે ભવ્ય હાય પણ આખરે ઉપદેશ એટલે એક શબ્દને જ સમુદાયને ? ઉપદેશરૂપ શબ્દોના સમુદાય ઉચ્ચારણ વિના પેદા થાય કેવી રીતે ? ઉચ્ચારણ જીભ, તાલુ, હાઠના પ્રયત્ન વિના જીવ કેવી રીતે કરી શકે ? અને જીભ, હાઠ વિગેરે ઉપાંગા મુખ વિના હાય કેવી રીતે? અને મુખ શરીર વિના કેવી રીતે હાય ? આમ સિદ્ધ નકકી થાય છે કે શાસ્ત્રકરનાર, ઉપદેશ કરનાર શરીરધારી જ હાય અને સિદ્ધોને શરીર તેા છે જ નહીં. તેથી શાસન કરનાર તે સિદ્ધ અવસ્થામાં બની જ ન શકે. આગળ આપણે એ પણ વિચારી જ ગયા છીએ કે સિદ્ધો કૃતકૃત્ય છે એટલે હવે તેશ ઉપદેશદાનમાંથી પણ મુકત છે.