________________
૪૩૨ ]
[ શ્રી સિદ્ધપદ છતાં ય તેમનું શાસન ચાલે ત્યાં સુધી તેમની મુખ્યરૂપે તે તીર્થકર તરીકે જ આરાધના થવાની.
હવે આપણે તે ઉપકારીની ઉપકારમયતાને ખ્યાલ કરવાનું છે. તેઓ તે “શાસન કરનાર થઈ ગયા” પણ આપણુ પર તેમનું શાસન છે કે મોહનું શાસન છે? જે આત્મા પર તીર્થકરેનું શાસન હોય તેના પર મોહનું શાસન હેાય ખરૂં ?
એક ગુફામાં બે સિંહ ન હોય. એક દેશમાં બે રાજા ન હોય તેમ ભગવાનનું શાસન હોય ત્યાં મોહનું શાસન ન હોય ! અને મોહનું શાસન હોય તે સમજવાનું કે અહીં પરમાત્માના શાસનને પ્રવેશ થયે જ નથી.
આત્માને જાગૃત કરે, ઘેર નિદ્રામાંથી ઉઠાડે અને પૂછે કે તું કોને શાસનમાં છે?
મોહના શાસનની લીલા આશ્ચર્યકારી હોય છે. અને ત્યાં સુધી તે તે ધર્મની પાસે જવા જ ન દે. તેમાં ય તીર્થંકર પરમાત્માના શાસન સુધી તે આવવા જ ન દે. કદાચિત્ કોઈ આત્મા જોરદાર પુરૂષાર્થ કરે અને પરમાત્મા તીર્થકરના શાસન સુધી પહોંચે તે ય બહારના વ્યવહાર માંથી તે મોહ, પિતાની સત્તા ઓછી કરે પણું અંદરથી તે પિતાનું સામ્રાજ્ય કેમે ય છેડે નહીં. એટલે પાકો વિચાર...પાકી પરીક્ષા કરી જેજે. બહારથી જિનનું શાસન દેખાતું હશે; પણ અંતર આત્મા પર મોહનું શાસન ચડી નથી બેઠુંને! તે બારીકાઈથી તપાસજો.
અંતરમાંથી અનંત કાલ માટે મોહનું શાસન ચાલી જાય માટે જ આવા ભગવતીજી જેવા પરમ મંગલ સૂત્રનું