________________
૪૨૮]
[ શ્રી સિદ્ધપદ બનીને સિદ્ધ થયા છે તેમને જ લાગુ પડે છે. કારણ કે તીર્થની સ્થાપના દ્વારા શાસન કરીને તેઓ પણ સિદ્ધ જ થાય છે. - આ જ આ અર્થની વિશેષતા છે. કોઈ એવી શંકા કરે કે બધા જ સિદ્ધોમાં આ અર્થ કેમ ઘટે નહીં ? અને બધા જ સિદ્ધોમાં એ ન ઘટતે હોય તે તે અર્થ કેવી રીતે કહેવાય?
તે આ શંકા પેટી સમજવી. આપણે કંઈ “શાસન કરનાર થઈ ગયા તે સિદ્ધ” આ અર્થને સિદ્ધના લક્ષણરૂપ નથી મા જે પદાર્થનું જે લક્ષણ હોય તે તેમાં ન ઘટે તે દેષ કહેવાય. શબ્દની વ્યુત્પત્તિ થતા બધા જ અર્થો લક્ષ્યભૂત તમામ પદાર્થોમાં ઘટે તેવી કઈ જરૂર નથી માટે બધા સિદ્ધોમાં અર્થ ઘટાડવાને આગ્રહ ન રાખવે. પણ અરિહંત પદને અનુભવ કરીને મોક્ષ પામેલ સિદ્ધોમાં જ અર્થ ઘટાડવે.
પ્રશ્ન –ગણધર ભગવંતે તો સૂત્રથી શાસ્ત્રની રચના કરનારા હોય છે અને બીજા મુનિઓ પણ ભવ્યાત્માને ઉપદેશ આપીને જ મોક્ષે જાય છે તે તેઓ પણ શાસન કર. નારા થયા હતા એમ કેમ ન કહેવાય? અને બધા જ આવી રીતે શાસન કરનારા થાય તે સમસ્ત સિદ્ધોમાં એ અર્થ કેમ ન ઘટે ?
- જવાબ ગણધર ભગવંતે સૂત્રથી આગમના રચનાર ખરા તેથી સૂત્રાત્મક આગમન તેઓ કર્તા કહેવાય. પણ શાસન કરનારનું શાસકપણું ત્યારે જ સાર્થક થાય કે ' જ્યારે શાસકની આજ્ઞાનું પાલન થાય. હવે વિચારે કે