________________
વિવેચન ]
| ૪૧૯
સિધ્ધાણું” પદ હૈયામાં એવુ તે રટાવી દેવુ છે કે તમે તમારું ચેડા કાળનુ નામ ભૂલી જાવ અને અનત કાળ સુધી જે નામથી તમે આળખાવાના છે. તે તમારૂ નાઞ સિધ્ધ ? અને તે જ “ નમે તે જ સિધ્ધાણ'” પદ તમારા ધોોચ્છવાસ બની જાય !
સિદ્ધના આત્મા કયાં રહે છે ? શું કરે છે ? તે પ્રશ્ન થાય પણ તે ખાય કે નહીં ? પીવે કે નહીં ? એલે કે નહી ? સૂઇ જાય કે નહીં ? તેવા પ્રશ્ન ન થાય. કારણ આ બધા નાટક આપણે ભજવી રહ્યા છીએ. હજી જ્યાં સુધી જાગીએ નહી...–કષાચેાથી ભાગીએ નહી-સંસાર ત્યાગીએ નહીં ત્યાં સુધી કરવાના બાકી છે. પણ સિદ્ધના આત્માએ આ તમામ નાટકા ભજવી લીધા છે. વધુ સ્પષ્ટ સમજીએ તે અનંત કાળ માટે સંસારના નાટકથી છૂટા થઇ ગયા છે. માટે હવે તેમની સંસારમાં રહીને-દેહમાં રહીને કરી શકાય તેવી કેઇ પણ સાંસારિક કે ધાર્મિક પ્રવૃત્તિ ખાકી નથી. એટલે સંસારભાવ–પરભાવરૂપ કેઇ પણ પ્રવૃત્તિ બાકી નથી. તેથી તે કરે નહીં. અને શુદ્ધ સ્વભાવમાં વનરૂપ પ્રવૃત્તિ તા સિદ્ધ થયા ખાદ પણ ચાલે છે. કારણુ સ્વભાવમાં– આત્માના પેાતાના ભાવમાં વવાના કાય થી કૃતકૃત્ય થઈ શકાતું નથી. સ્વભાવ તા પરના બળથી મુકત થયા એટલે વહ્યા જ કરવાના તેમાંથી અટકી શકાય જ નહીં. એટલે તેનાથી કૃતકૃત્ય થવાનેા પ્રશ્ન જ કયાં છે ? કૃત્ય એટલે કરવા ચેાગ્ય અને કૃત એટલે થઇ ગયેલ. કરવા જેવું કા જેનુ થઈ ગયું છે તે કૃતકૃત્ય છે. સંસારમાં કરવા ચેાગ્ય ધમ અને કર્યું અને તેમને થઇ ગયા છે માટે તે કૃતકૃત્ય છે. આવા ધૃતકૃત્યને નમવાથી-સ્મરવાથીજ પૂર્ણ મનાય.